ATS
ગુજરાત ATS દ્વારા પંચમહાલનાં આદિવાસી વિસ્તારોમાં અનેક સ્થળે નકસલી પ્રવૃતિઓ ચાલતી હોવાની માહિતી મળી હતી. જેને લઇ દાહોદ અને આસપાસનાં વિસ્તારમાં તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
નકસલી પ્રવિૃતિઓ સાથે સંકળાયેલી બબીતા કશ્યપની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. બબીતા કશ્યપ ગુજરાતનાં તાપી જિલ્લાનાં કેવડિયા ખાતે સક્રિય હતી. બીલોસા બબીતા કશ્યપ નક્સલી પ્રવૃતિ પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી છે.
આ પણ જુઓ : DRDOદ્વારા તૈયાર કરાયેલ કાર્બાઇન ગન એક મિનિટમાં કરશે 700 રાઉન્ડ ફાયર
બબીતા લાંબા સમયથી પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લામાં સક્રિય હતી. જેથી તેના જે જે સ્થળો પર કોન્ટેક્ટ્સ હતા તે તમામ પર હાલ નજર રાખવામાં આવી રહી છે. બબીતા કશ્યપની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી હતી. બબીતાનાં બે સાગરીતો સોમુ અને બીરસાને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.