Gujarati singer
લંડનના પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર (Gujarati singer) વિજય ગઢવીનું કોરોનાના સંક્રમણથી અવસાન થયું છે. વિજય ગઢવીના અવસાનથી પરિવાર અને ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.
મળતી માહિત મુજબ, પ્રખ્યાત ગુજરાતી ગાયક કલાકાર વિજય ગઢવીનું લંડનમાં અવસાન થયું છે. વિજય ગઢવી મૂળ મહેમદાવાદના વતની હતા જે લંડનમાં સ્થાયી થયા હતા. તેમને થોડા દિવસ પહેલા કોરોના સંક્રમણના લક્ષણો દેખાતો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવઆવ્યો હતો.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં બે દિવસ અગાઉ જ તેઓ સારવાર બાદ સ્વસ્થ બની હોસ્પિટલમાંથી રજા મેળવી હતી.
આ પણ જુઓ : Kangna Ranaut : રાજ્ય સરકાર કંગના રનૌતને સુરક્ષા આપશે
ત્યરબાદ ફરી તબિયત બગડતા સારવાર માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોટ નીપજ્યું હતું. વિજય ગઢવી લંડનમાં પ્રખ્યાત ભારતીય કલાકાર હતા. વિજય ગઢવીના અવસાનથી પરિવાર પર આભ તૂટ્યું છે, ચાહકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.