Kangna Ranaut
કંગના રનૌત (Kangna Ranaut) દ્વારા કરાયેલ આરોપને લઇ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. જેના લીધે ઘણા વિવાદો પણ ઉભા થયા છે. શિવસેના પણ કંગનાના નિવેદન ની ટીકા કરી રહ્યા છે. હાલ કંગના અને શિવસેના વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે.
Kangana Ranaut’s father has given in writing asking for police protection. I’ve directed DGP in this regard. She’ll be provided security here. We are also discussing what can be done to provide security to her outside HP as she is leaving for Mumbai on 9 Sept: Himachal Pradesh CM pic.twitter.com/b5jUK5uGhJ
— ANI (@ANI) September 6, 2020
આ સંજોગોમાં હવે કંગનાના પિતાએ હિમાચલ સરકાર પાસે પોલીસ સુરક્ષા માંગી છે જેને સ્વિકારી લેવામાં આવી છે. હિમાચલ સરકારે કંગનાના પિતાના આગ્રહ પર રાજ્યમાં કંગનાને સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ જુઓ : એમ્બ્યુલન્સ ડ્રાઈવરે કોરોના પોઝિટિવ યુવતી પર કર્યો રેપ
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મીડિયા સાથેની વાચચીતમાં જણાવ્યું કે, કંગના રનૌતના પિતાએ લેખિતમાં પોલીસ સુરક્ષાની માંગ કરી છે. મેં આ મામલે ડીજીપીને નિર્દેશિત કર્યાં છે. તેમને અહીં સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. અમે તે પણ ચર્ચા કરી રહ્યાં છીએ કે હિમાચલ બહાર તેમને સુરક્ષા આપવા માટે શું કરી શકાય છે કારણ કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ માટે રવાના થવાની છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.