પાટણ જિલ્લાના સાંતલપુર ગામના હરીજન હાજીભાઈ ડાહયાભાઈની માલિકીનો સર્વે નં.૮ર૭ વાળા ખેતરમાં ભારત માલા પ્રોજેકટ અંતર્ગત રોડ નિકળતાં ખેડૂત વળતર પેટે રુ.એક કરોડ તેર લાખ મંજૂર થયા હતા.
પરંતુ સર્વે ન.૮રરના વેચાણ દસ્તાવેજના આધારે ખોટી રીતે સર્વે નંબર ૮ર૭માં ફેરવી વળતરની રકમ રદ કરતાં આ પરિવાર પાટણ કલેકટર કચેરી બહાર ગાંધીચિંધ્યા માર્ગ આમરણાંત ઉપવાસ પર બેસી પોતાના વળતર પેટેની રકમ આપવા માંગ કરી રહયા છે.
આ અંગે રાધનપુર કોર્ટમાં કેસ પણ ચાલે છે અને કલેકટરમાં અપીલ ચાલુ હોવા છતાં રાધનપુરના પ્રાંત અધિકારી ડી.બી. ટાંકે વળતર રદ કરી નાંખ્યું છે. જેથી સર્વે નં.૮રરના દસ્તાવેજ વાળા આહીર સાવકા, જીવણ મહાદેવ અને ડી.બી. ટાંક દ્વારા કરવામાં આવેલુ ખોટુ કૃત્ય જયાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી આ કુટુંબ કલેકટર કચેરીની બહાર ગાંધીચિંધ્યા માર્ગે આમરણાંત ઉપવાસ પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.