બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી પસાર થતી લાકડીયા બનાસકાંઠા ટ્રાન્સમિશન લાઈન કાઢવામાં આવી હતી ત્યારે કાંકરેજ તાલુકાના ઇસરવા. નાથપુરા. રાજપુર. નેકોઈ. તેરવાડા. પાદરડી. કાટેડિયા સહિત અન્ય ગામો ના ખેડુતો ને ઓછું વળતર ચૂકવવામાં આવતાં ઉચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી જેમાં. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ૧૪/૮/૨૦૧૭ ની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવા કંપની ને જણાવવામાં આવ્યું છે
જેમાં ૧૦ ટકા વધારી ને વળતર મળે એવો આદેશ કર્યો છે ત્યારે કંપની દ્વારા ખેડુતો ને હેરાન પરેશાન કરી ને યોગ્ય રીતે વળતર ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે એટલે ૨૧/૧/૨૦૨૨ ના રોજ ડિસા પ્રાંત કચેરી ખાતે કાંકરેજ તાલુકાના ખેડુતો એ ધરણાં યોજી ને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

જોકે અગાઉ પણ કાંકરેજ તાલુકાના ખેડૂતો એ કાંકરેજ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ડિસા પ્રાંત અધિકારી એ કંપની ને જાણ કરી હતી ત્યારે હવે સરકાર તરફથી આદેશ અપાયો છે ત્યારે કંપની દ્વારા ખેડુતો ને ૧૫ ટકા લેખે વળતર ચૂકવવામાં આવશે કે કેમ? એ પણ એક સવાલ થાય છે. જોકે ખેડુતો ને પાક તેમજ વૃક્ષો ને ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું
ત્યારે હવે મામૂલી વળતર મળે તો ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે હવે તંત્ર અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે કંપની ને ૧૫ ટકા લેખે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકાના ખેડૂતોએ ડિસા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપ્યું હતું…