જિલ્લા પોલીસ અધીક્ષકની કચેરીમાં સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનાર હારીજ તાલુકાના ખાખલ ગામ ના પરિવારના અન્ય બે સભ્યોનું શુક્રવારની મોડી રાત્રે સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મોત નીપજયું હોવાની સૂત્રો તરફથી પૃષ્ટી થવા પામી છે.
ગત સપ્તાહમાં પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે હારીજ તાલુકાના ખાખલ ગામ ના પરમાર પરિવારે સામૂહિક આત્મવિલોપન ના પ્રયાસરૂપે સમૂહમાં ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારના પાંચ સભ્યોને સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર દરમિયાન પરિવારના તમામ સભ્યો ની હાલત નાજુક જણાતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલને એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ક્યાં ગતરોજ પરિવારની વર્ષની માસૂમ દીકરી નું સારવાર દરમિયાન કરૂણ મોત નિપજયું હતું પર શુક્રવારની મોડી રાત્રે પરિવારના મોભી રેવાભાઇ અને તેમના પુત્ર પૂનમ નુ પણ સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું.
મૃતક બંને ઈસમની લાસ ને તેઓના માદરે વતન ખાખલ ગામે અંતિમવિધિ માટે લાવવામાં આવી રહ્યા હોવાનું તેમજ આ મામલે પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
હારીજ તાલુકાના ખડાલ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોની સામૂહિક આત્મહત્યાના પ્રયાસ માં પરિવારના ત્રણ સભ્યોના મોતના પગલે સમગ્ર ખાખલ ગામ માં અને તેમના પરીવારજનોમાં ઘેરા શોકની કાલિમા છવાઈ જવા પામી છે..