દક્ષિણ અમેરિકામાં કેલિફોર્નિયા (California)ના જંગલમાં લાગેલી આગથી વિશ્વનું ધ્યાન ખેંચાયું છે. આગની જવાળાઓમાં જંગલ સંપતિના દ્રશ્યો ભયાનક છે. જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. દાવાનળના ઇતિહાસમાં એવી ભીષણ આગ કદી જોવા મળી નથી એવું ફાયર બ્રિગેડના પ્રવક્તાએ કહ્યું હતું.
આ પણ જુઓ : Telangana : મહિલાએ 139 લોકો પર બળાત્કારનો આરોપ લગાવ્યો, જાણો સમગ્ર મામલો
આગની જવાળાઓથી સ્થાનિક રહેવાસીઓના ઘર પણ બળી ગયા છે. કેલિફોર્નિયા (California)ના જંગલમાં ઠેર ઠેર આગ જોવા મળે રહી છે. એવું માનવામાં આવે છે કે છેલ્લા 3 દિવસમાં આકાશમાંથી 11 હજાર વખત વીજળી પડવાથી કુલ ૩૬૭ સ્થળે આગ ભભૂકી છે. ઉત્તર કેલિફોર્નિયામાં હજારો લોકો આગથી બચવા ઘર છોડીને સ્થળાંતર કર્યુ છે. લગભગ 2,020 ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર આ આગમાં સળગી રહ્યો હતો.
આ પણ જુઓ : Indian Railway એ ચીનને આપ્યો વધુ એક આર્થિક ફટકો, જાણો વિગત
ફાયર બ્રિગેડના વડા બેન નિકોલ્સે કહ્યું હતું કે તોફાની પવનના કારણે આગ વધુ પ્રસરી રહી હતી. આગ બુઝાવવામાં વ્યસ્ત બંબાવાળાની સંખ્યામાં એક હજારનો વધારો કરાયો હતો. પવન ઝપાટાના કારણે આગ બુઝાવવા ગયેલું એક હેલિકોપ્ટર જ્વાળાની ચપેટમાં આવી જતાં કોઆલિંગા પાસે ક્રેશ થયું હતું અને એના પાઇલટનું મરણ થયું હતું. કેલિફોર્નિયાના ગવર્નરગૈવિન ન્યૂસમે આગની એકસોથી વધુ ઘટનાઓના પગલે આંતરિક ઇમર્જન્સી જાહેર કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.