પેટ્રોલ(Petrol) અને ડીઝલ(diesel) પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT) લાગુ હોવાથી સરકારની આવકમાં મોટો વધારો થયો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારને પેટ્રોલ અને ડીઝલના વેટ પેટે અંદાજે 60 હજાર કરોડની આવક મળી છે. ગુજરાત સરકારને 2018-19ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણમાંથી 3919.76 કરોડ રૂપિયાનો ટેક્સ મળ્યો હતો, જ્યારે ડીઝલના વેચાણથી 8743.58 કરોડ રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2019-20ના વર્ષમાં સરકારને પેટ્રોલના વેચાણથી 4462.30 કરોડની આવક થઇ હતી, જ્યારે ડીઝલના વેચાણથી વિક્રમી 9776.68 કરોડ રૂપિયાનો વેટ મળ્યો હતો.
ગુજરાતમાં પેટ્રોલ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ
ગુજરાત(Gujarat)માં પેટ્રોલના વેચાણ પર 20.1 ટકા તથા ડીઝલમાં 20.2 ટકા જેટલો વેટ હતો. રાજ્યમાં ડીઝલનો વપરાશ વધુ હોવાથી સરકારને વેટ પેટે પેટ્રોલ કરતાં ડીઝલના વેચાણમાંથી આવક વધારે મળે છે. પ્રતિ વર્ષ બન્ને ઇંધણ પેટે સરકારને 10 હજારથી 12 હજાર કરોડ કરતાં વધુ કમાણી થાય છે. એ જોતાં પાંચ વર્ષની સરેરાશ 60 હજાર કરોડ જેટલી થવા જાય છે.
4 શહેરના પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
ગઈકાલ સુધીમાં અમદાવાદમાં પેટ્રોલ 106.63 રૂપિયા પ્રતિ લીટરમાં મળતું હતું જ્યારે ડીઝલ 106.10 રૂપિયા પ્રતિ લીટર હતું.
અમદાવાદમાં પેટ્રોલ 95.11 અને ડીઝલ 89.12 રૂપિયામાં મળશે.
સુરતમાં હવે પેટ્રોલ રૂ.95.01 અને ડીઝલ રૂ. 89.01માં મળશે.
રાજકોટમાં પેટ્રોલ રૂ.94.89 અને ડીઝલ રૂ.88.89માં મળશે.
વડોદરામાં હવે પેટ્રોલ રૂ.94.78 અને ડીઝલ રૂ.88.77માં મળશે.