ખેડૂતોને નિયત સમયગાળામાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ
ખેડૂતોને ખેતી ખર્ચ સામે આર્થિક રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દર વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરે છે, ત્યારે ચાલુ વર્ષ 2022-23માં રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતોએ તા.25.09.2022 થી તા.10.11.2022ના સમયગાળા દરમિયાન પાકનું વેચાણ કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ તથા અડદ પાક માટે ટેકાનાં ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર મગફળી પાક માટે કવિન્ટલ દિઠ ₹5850-/ એટલે કે મણ (20 કિલો) ના લઘુતમ ટેકાનાં ભાવ ₹ 1170/- તથા મગ પાક માટે કિવન્ટલ દીઠ 7755/- એટલે મણ (20 કિલો) ના લઘુતમ ટેકાનાં ભાવ ₹1551/- તથા અડદ પાક માટે કિવન્ટલ દીઠ ₹6600/- એટલે મણ (20 કિલો ) ના લઘુત્તમ ટેકાનાં ભાવ ₹ 1320 નિયત કરવામાં આવ્યા છે.
પાટણ જિલ્લામાં લઘુત્તમ ટેકાનાં ભાવ માટે ગ્રામ કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી વી.સી.ઇ.મારફતે નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરવામાં આવશે. તા.25/09/2022 થી તા. 10/11/2022 દરમ્યાન ખેડૂતો પાકના વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. તેથી ત્વરિતપણે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી લેવી.
ઓનલાઈન નોંધણી કરવા માટે નીચેની વિગતો ધ્યાનમાં લેવી
• ખેડૂતે 7/12, 8 – અ, પાક વાવેતર માટે તલાટીનો દાખલો, આધારકાર્ડ, બેન્ક ખાતાની વિગત ( IFSC CODE સાથે ) અને મોબાઈલ નંબરની વિગત સાથે રાખવી
• ખરીદી પ્રક્રિયા ગુજરાત સ્ટેટ કો – ઓપરેટીવ માર્કેટિંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ ) દ્વારા તા. 29/10/2022 થી તા. 26/01/2023 દરમિયાન કરવામાં આવશે.
વધુ વિગત માટે ગ્રામસેવક, તાલુકા અમલીકરણ અધિકારી અને ગુજકોમાસોલ જિલ્લાના પ્રતિનિધિ તથા ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત, પાટણ 02726 – 224489 પર સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારિયાદીમાં જણાવવામાં આવ્યું છે.