diamondફાઈલ તસ્વીર

diamond

કોરોનાને કારણે સુરતના હીરા ઉદ્યોગ ઉપર પણ તેની વ્યાપક અસરો પડી છે. તો રત્ન કલાકાર રાજેશ ગરીબ હોવા છતા પણ તેને રોડ પરથી મળેલા 9 લાખની કિંમતના હીરા (diamond) ના પેકેટને ચાર દિવસની મહેનત પછી તેના સાચા માલિક સુધી પહોંચાડી પોતાની ઇમાનદારીની એક ઉતમ મિસાલ બતાવી છે.

મળતી માહિતી મુજબ, સુરતના એક હીરા વેપારી હરેશભાઇએ તેમના 9 લાખના હીરા વેચવા માટે એક દલાલને આપ્યા હતા. એ દલાલથી હીરા (diamond) નું પેકેટ મીની બજાર ખાતે આવેલ પ્રિન્સેસ પ્લાઝા પાસે પ઼ડી ગયું હતું. જ્યારે પોતાની ઓફિસ જઇને તેને પેકેટ ન મળતા સોશિયલ મીડિયામાં હીરા પેકેટ ખોવાયાની જાહેરાત કરી હતી. કારણ કે અત્યારે મંદીના સમયમાં જો હીરા ના મળ્યા હોત તો તો દલાલે હીરાની કિંમત માલિકને ચુકવવી પડત. જો કે, આ માટે તેનું ઘર પણ વેચાઇ જાય તેવી સ્થિતિ હતી.

તો આવા કપરા સમયે એક ઇમાનદાર રત્ન કલાકાર રાજશને ખબર પડી કે જે હીરા (diamond) ના પેકેટના માલિકને શોધી રહ્યો છે તે આ લોકો જ છે. તેથી રાજેશે પ્રિન્સેસ પ્લાઝાના વેપારીની મદદથી આખરે ઇમાનદારી પૂર્વક હીરા તે દલાલ અને માલિકને સોપ્યા હતા.

હીરાનું પેકેટ ખોવાયા હોવાને કારણે હીરાના માલિક અને દલાલ બંને ખુબ જ માનસિક તાણમાં આવી ગયા હતા. કારણ કે 9 લાખના હીરા હતા. પરંતુ જયારે ઇમાનદાર રત્નકલાકાર રાજેશે તેમને હીરાનું પેકેટ આપ્યું તો તે તેઓ ઘણા ભાવુક થઇ ગયા હતા. તથા જાહેરમાં રાજેશની ઇમાનદારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024