ડીસાના ગોગાપુરા (મુડેઠા) ગામના નાગજીજી રાઠોડ (ઉં.વ.80) અને પત્ની કાંતાબેન રાઠોડ (ઉં.વ.75) રવિવારના રોજ પહેલા પત્નીએ દેહ છોડયો હતો. અને થોડી જ વારમાં પતિએ દેહ છોડયો હતો. આમ સાથે જીવશું અને સાથે મરીશું તેનો કોલ નિભાવ્યો હતો.
બંને પતિ – પત્નીની સ્મશાન યાત્રા એક સાથે નીકળી હતી. ઉલ્લેખનીય છે કે બંને પતિ – પત્નીએ કુદરતી રીતે સાથે જીવશું અને સાથે મરીશું તેવી વાતો લોકોને રોજે કરતા હતા. કુદરત જાણે તેમનો કોલ પૂરો કરી સાર્થક કરી બતાવ્યો હતો તેવું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું હતું.