Gautam Ghambhir

ઇસ્ટ દિલ્હી મતવિસ્તારના બીજેપી સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગંભીરે આ મામલે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે તેને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે તેમની ફરિયાદ પર તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું કે સેફ્ટી માટે ગંભીરના નિવાસ સ્થાને સુરક્ષા મજબૂત બનાવવામાં આવી છે.

ઈ-મેઈલ પણ શેર કર્યો

દિલ્હી પોલીસને લખેલા પત્રમાં ગંભીરે કહ્યું કે તેને ISIS કાશ્મીર તરફથી ધમકીઓ મળી છે. આ ધમકી તેમને ઈ-મેલ દ્વારા મોકલવામાં આવી છે. આતંકી સંગઠને તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બીજેપી સાંસદે દિલ્હી પોલીસને તેમના ઘરની સુરક્ષા માટે પૂરતા પગલા લેવા જણાવ્યું છે. સાંસદની ફરિયાદ બાદ દિલ્હી પોલીસ આતંકી સંગઠનના મેઈલની તપાસમાં લાગેલી છે.

આ સાથે ગંભીરે જાનથી મારવાની ધમકીભર્યો એક ઈ-મેઈલ પણ શેર કર્યો છે. આ મેઈલને સેન્ડ કરનારનું નામ ISIS કાશ્મીર છે. મેઈલ મળ્યા બાદ ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર પૂર્વ દિલ્હી સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી જીતી હતી.

જણાવી દઈ કે ક્રિકેટરથી રાજનેતા બનેલા ગૌતમ ગંભીર અવારનવાર કોઈ મુદ્દે પોતાના બેબાક નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ક્રિકેટ હોય કે વર્તમાન મુદ્દો, તેઓ પોતાનો મત જણાવતાં નથી ખચકાતા. ગૌતમ ગંભીરે ઘણી વખત આતંકવાદ વિરુદ્ધ નિવેદન આપ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગંભીરે આતંકવાદની આકરી ટીકા કરી છે અને નિવેદનો આપ્યા છે. થોડા દિવસ પહેલા ગૌતમ ગંભીરે બીજેપી સાંસદે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું હતું. સિદ્ધુએ ઈમરાન ખાનને પોતાના મોટા ભાઈ તરીકે સંબોધ્યા હતા એ અંગે એક ટ્વિટમાં ગંભીરે કહ્યું, ‘તમારા પુત્ર કે પુત્રીને સરહદ પર મોકલો અને પછી આતંકવાદી રાજ્યના વડાને તમારો મોટો ભાઈ કહો!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024