Ahmedabad IPL Team Captain

Ahmedabad IPL Team Captain : ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બે નવી ટીમ ઉમેરવામાં આવી છે. IPL 2022માં 10 ટીમો વચ્ચે ટુર્નામેન્ટ રમવામાં આવશે. IPL 2022માં બે નવા શહેરો લખનઉ અને અમદાવાદ શામેલ થયા છે. અમદાવાદની ફ્રેન્ચાઇઝીની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સ પાસે છે. IPL 2022 પહેલા મેગા હરાજી કરવામાં આવશે. BCCI 8 ટીમોને તેમની ટીમમાં વધુમાં વધુ 4 ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપશે. હરાજી માટે જે પણ ખેલાડીઓ ઉપલબ્ધ હશે, નવી ટીમ તે ખેલાડીઓમાંથી ડાયરેક્ટ ખેલાડીઓની પસંદગી કરી શકશે અહીં 5 એવા ખેલાડીઓ વિશે જાણકારી આપવામાં આવી છે, જે IPL 2022માં અમદાવાદ ફ્રેન્ચાઈઝીના કેપ્ટન બની શકે છે.

KL રાહુલ (KL Rahul) : KL રાહુલ હાલમાં પંજાબ કિંગ્સનો હિસ્સો છે. સૂત્રો અનુસાર કેટલીક IPL ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમમાં જોડાવા માટે KL રાહુલનો સંપર્ક કર્યો છે. KL રાહુલ પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝી છોડી દેશે, તો અન્ય IPL ટીમો KL રાહુલની પસંદગી કરી શકે છે. અમદાવાદ ટીમ કેએલ રાહુલની પસંદગી કરશે, તો તેને IPL 2022માં કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી શકે છે.

હાર્દિક પંડ્યા (Hardik Pandya) : IPL 2022 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યાને ટીમમાંથી બહાર કરી દે તેવી શક્યતા છે. મુંબઈ ઈન્ડિયન્સમાં ખૂબ જ શાનદાર ખેલાડીઓ છે. મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા હાર્દિક પંડ્યાને બહાર કરી દેવામાં આવશે, તો અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યાની પસંદગી કરી શકે છે. હાર્દિક પંડ્યાના IPLમાં રમવાના એક્સપીરિયન્સને કારણે તેને સ્કિપર તરીકે નોમિનેટ પણ કરવામાં આવી શકે છે.

શ્રેયસ ઐય્યર (Shreyas Iyer) : શ્રેયસ ઐય્યર ઈજાગ્રસ્ત થયો હોવાને કારણે તેણે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ છોડવી પડી હતી. ત્યારબાદ ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી હતી. UAE લીગમાં શ્રેયસ ઐય્યર વાપસી કરી હોવા છતાં, ઋષભ પંતે ટીમનું નેતૃત્વ કર્યું હતું. અહેવાલો અનુસાર શ્રેયસ ઐય્યરને કેપ્ટનશીપમાં વધુ રસ છે, આ કારણોસર તે દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. અમદાવાદની ટીમ શ્રેયસ ઐય્યરની પસંદગી કરી શકે છે અને તેને કેપ્ટન બનાવી શકે છે.

સ્ટીવ સ્મિથ (Steve Smith) : સ્ટીવ સ્મિથ દિલ્હી કેપિટલ્સનો ભાગ છે. IPL 2022 મેગા હરાજી પહેલા તેને ટીમમાં રાખવાની શક્યતા નથી. સ્ટીવ સ્મિથે અગાઉ રાજસ્થાન રોયલ્સ ટીમનું નેતૃત્વ કર્યું છે. સ્ટીવ સ્મિથની અમદાવાદ ટીમમાં પસંદગી કરવામાં આવશે, તો તે ટીમનું નેતૃત્વ કરી શકે છે.

ડેવિડ વોર્નર (David Warner) : ડેવિડ વોર્નરે અગાઉથી જ જણાવ્યું હતું કે, તે IPL 2022 મેગા હરાજીનો ભાગ બનશે. જો અમદાવાદની ટીમ ડેવિડ વોર્નરની પસંદગી કરશે, તો તેની કેપ્ટન તરીકે પસંદગી કરવામાં આવી શકે છે. વોર્નરે સનરાઈઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઈઝી કેપ્ટન તરીકે ખૂબ જ સારો રેકોર્ડ બનાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024