વિરાટ કોહલીની દીકરીને ધમકી આપનારો ઝડપાયો.

The man who threatened Virat Kohli's daughter was caught
- Advertisement -

This browser does not support the video element.

ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની દીકરીને ધમકી આપનારા વ્યક્તિને મુંબઈ પોલિસે હૈદરાબાદથી પકડી લીધો છે. આરોપીની ધરપકડ કર્યા બાદ તેને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર આરોપીની ઓળખ રામનાગેશ શ્રીનિવાસ અકુબાથિનીના નામે કરાઈ છે, તેની ઉંમર 23 વર્ષની છે. આરોપીને હૈદરાબાદથી પકડી લેવાયો છે. તે ત્યાં જ રહે છે અને ફૂડ ડિલિવરી એપને માટે સોફ્ટવેર બનાવવાનું કામ કરતો હતો. આરોપી એક સોફ્ટવેર એન્જિનિયર છે અને તેણે આઈઆઈટી હૈદરાબાદથી બીટેક કર્યું છે.

પાકિસ્તાન અને પછી ન્યૂઝીલેન્ડની ટીમે ઈન્ડિયાને હરાવ્યું. ફેન્સ ટીમ ઈન્ડિયાથી નારાજગી એટલી હતી કે કેટલાક લોકોએ અનેક સીમાને પાર કરી. સોશ્યલ મીડિયા પર પણ વિરાટ કોહલીનો પરિવાર અને તેની દીકરી વામિકાને લઈને ધમકીઓ મળી રહી છે અને સાથે જ અપશબ્દોનો પ્રયોગ કરાઈ રહ્યો હતો.