અફઘાનીસ્તાન(Afghanistan) સામેની મેચ બાદ બધાના મનમાં એક જ સવાલ છે કે હવે ભારત(India) T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં કેવી રીતે પહોંચશે. ભારતે કાલે અફઘાનિસ્તાનને 66 રનના મોટા માર્જીનથી હરાવ્યું હતું. જોકે ભારતે અફઘાનિસ્તાનને 99 રનમાં ઓલઆઉટ કરી દીધું હતો તો ભારત રન રેટની બાબતમાં અફઘાનીસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્ને ટીમને પાછળ છોડી દેત. પણ આવું થયું નહીં.
Table of Contents
અફઘાનીસ્તાન સામેની મેચ પછી દરેક દેશની સ્થિતિ
દેશ | મેચ રમી | જીત | હાર | રન રેટ | પોઈન્ટ |
પાકિસ્તાન | 4 | 4 | 0 | +1.065 | 8 |
અફઘાનિસ્તાન | 4 | 2 | 2 | +1.481 | 4 |
ન્યૂઝીલેન્ડ | 3 | 2 | 1 | +0.816 | 4 |
ભારત | 3 | 1 | 2 | +0.073 | 2 |
નામીબિયા | 3 | 1 | 2 | -1.600 | 2 |
સ્કોટલેન્ડ | 3 | 0 | 3 | -2.645 | 0 |
ભારત કેવી રીતે પહોંચશે સેમીફાઈનલમાં?
અફઘાનિસ્તાન સામેની જીત પછી હજુ પણ સેમીફાઈનલમાં પહોંચવાની ભારતની આશા જીવંત છે. જોકે રન રેટમાં ભારત અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ બન્નેથી પાછળ છે. પરંતુ સારી વાત એ છે કે ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને માત્ર 16 રને જ હરાવ્યું છે. ભારતે પોતાની બાકીની બન્ને મેચ મોટા અંતરે જીતવી પડશે, સાથે અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે તે જરૂરી છે. ભારત સામેની હાર પછી અફઘાનિસ્તાનની રન રેટ ઘણી ઘટી ગઈ છે. જો અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો ભારત, અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડના છ-છ પોઈન્ટ થઈ જશે. પણ રન રેટ સારી હોવાના કારણે ભારત સેમી ફાઈનલમાં પહોંચી જશે. ભારતની આગામી મેચ 5 નવેમ્બરના રોજ સ્કોટલેન્ડ સામે અને 8 નવેમ્બરના રોજ નામીબિયા સામે છે. ન્યૂઝીલેન્ડ-અફઘાનિસ્તાનની મેચ 7 નવેમ્બરના રોજ બપોરે 3.30 વાગ્યે રમાશે.
સેમીફાઈનલમાં ભારતના દરવાજા બંધ થઈ જશે
જો ન્યૂઝીલેન્ડ અફઘાનીસ્તાનને હરાવી દેશે તો ભારત માટે સેમીફાઈનલના દરવાજા બંધ થઈ જશે. ન્યૂઝીલેન્ડ પોતાની બન્ને મેચ જીતી જશે તો તેના આઠ પોઈન્ટ થઈ જશે. આ સ્થિતિમાં સારી રન રેટ હશે તો પણ કોઈ ફરક નહીં પડે કારણ કે ભારત પાસે છ પોઈન્ટ જ હશે.
અફઘાનિસ્તાન સેમીફાઈનલમાં પહોંચી જશે
જો અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડની ટીમને મોટા અંતરથી હરાવી દેશે તો રન રેટના આધારે તે સેમીફાઈનલમાં પહોંચી જશે. પાકિસ્તાનની ટીમ પહેલેથી જ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.
ચમત્કાર નામીબિયાને પણ સેમીફાઈનલમાં લઈ જઈ શકે છે
નામીબિયા માટે પણ સેમીફાઈનલના દરવાજા ખુલા છે, તે માટે તેણે ભારત અને ન્યૂઝીલેન્ડને આગામી મેચમાં મોટા માર્જીનથી હરાવવું પડશે. સાથે અફઘાનીસ્તાન પણ ન્યૂઝીલેન્ડને ઓછા માર્જીનથી હરાવે તો રનરેટના આધારે નામીબીયા સેમીફાઈનલમાં પહોંચી શકે છે.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી