ગતરોજ ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર સરકારી સસ્તા અનાજની દુકાનના ના સંચાલક ઓમ પ્રકાશ લાલચંદ અગ્રવાલ તથા તેઓના પૂત્ર મનીષ ઓમપ્રકાશ અગ્રવાલ દ્વારા ઘુઘસ વિસ્તાર લાભાર્થીઓને મફત અનાજ વિતરણ માટે ઓનલાઈન સિસ્ટમ માં ફિંગર પ્રિન્ટ મુકવા માટે એક રેશનકાર્ડ દીઠ રૂપિયા 10 ઉઘરાવવામાં આવતા હતા અને ટેકનીકલ ખરાબી ના કારણ ફિંગર પ્રિન્ટ ફરીથી મૂકવાનું થાય તો ફરીથી રૂપિયા 10 લેવામાં આવતા હતા.
આ બાબતે ઘુધસ ગામના જાગૃત નાગરિકોએ આદિવાસી સમાજના આગેવાન મેહુલ તાવિયાડને જાણ કરી હતી જેથી આદિવાસી આગેવાન મેહુલ તાવીયાડ ઘુઘસ ગામે સરકારી સસ્તા અનાજની દુકાન ખાતે આવ્યા હતા અને ઘુઘસ ગામ ની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નામની સરકારી સસ્તા અનાજની દુકાન પર ચાલતા આડેધડ ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરતા દુકાન સંચાલકો ભ્રષ્ટાચાર કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.
જેથી આદિવાસી આગેવાન મેહુલ તાવિયાડે તે બાબત નો વિડીયો બનાવી લીધો હતો. વીડિયોમાં સંચાલક પૈસા સ્વીકારતા હોવાનો અને ફિંગર પ્રિન્ટ દીઠ રૂપિયા 10 ની માંગણી કરતા હોવાનો તથા લાભાર્થીઓ પાસેથી સ્વીકારતા હોવાનો વીડિયોમાં સ્પષ્ટ અવાજ સાથે વીડિયોમાં સંચાલકો રૂપિયાની માંગણી કરતા અને સ્વીકારતા કેદ થયા છે. વિડીયો અને લાભાર્થીઓના જવાબના આધારે તેમજ આદિવાસી આગેવાન મેહુલ તાવિયાડ દ્વારા ફતેપૂરા પોલીસ તથા ફતેપુરા મામલતદાર તથા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે સ્થાનિક કક્ષાએથી અને ઉચ્ચ કક્ષાએથી પગલાં લેવામાં આવશે કે પછી અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરી આવા સંચાલકોને છાવરવા માં આવશે તે જોવાનું રહ્યું.