Patan
પાટણ (Patan) શહેરમાં સાફ સફાઈના કારણે ત્રણ દિવસ પાણીનો કાપ મુકવામાં આવનાર છે તેવા મેસેજ વાયરલ થઇ રહ્યા છે જેના કારણે પ્રજાજનોમાં ત્રણ દિવસ માટેનો પાણીનો સ્ટોક કરવા દોડધામ મચી હતી. પરંતુ પાલિકા દ્વારા આવા મેસેજની ખરાઈ કરતા શહેરમાં પાણી કાપના મેસેજ ખોટા વાયરલ થયા છે. આ મેસેજને વોટર વર્કસ ચેરમેને રદ્દીયો આપ્યો હતો.
આ પણ જુઓ : કોંગ્રેસને રાણકીવાવ ટિકિટના પૈસા ભરવા માટે ભીખમાં રૂ.2287 મળ્યા
આ મેસેજ મુજબ પાટણ શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ અને કેનાલની સાફ સફાઈ માટેની કામગીરીને લઇ 10, 11 અને 12 સપ્ટેમ્બર ત્રણ દિવસ પાલિકા દ્વારા પાણી વિતરણ પર કાપ મુકવામાં આવનાર છે. તેવા ખોટા મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. આ મેસેજ ને કારણે પ્રજાજનો પાણીની તંગીને લઇ પાણીની વ્યવસ્થા કરવા માટે દોડાદોડી કરતા જોવા મળ્યા હતા.
આ પણ જુઓ : Supreme Court એ એડમિશન અને નોકરીમાં મરાઠા અનામત પર લગાવી રોક
પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલને મેસેજ બાબતે પૂછતાં તેમને જણાવ્યું હતુ કે પાણી કાપનો મેસેજ તદ્દન ખોટો છે. પાટણ તાલુકાની કેનાલની સાફ સફાઈ થવાની છે. પાટણ શહેરમાં કેનાલ કે પ્લાન્ટની સાફ સફાઈ કરવાની નથી. પાટણ શહેરમાં એક દિવસ પણ પાણી વિતરણ બંધ રહેશે નહી. જે સમયે પાણી વિતરણ થતું હતું એજ સમયે આવશે. જેથી પાણી વિતરણ બંધ થશે નહી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.