Recruitment

Recruitment

શિક્ષણ વિભાગમાં ભરતી (Recruitment)ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી 6,616 શિક્ષણ સહાયક (Assistant Teacher) ની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે.

ઑક્ટોબર 2019 બાદ આજે વધુ 6,616 શિક્ષણ સહાયકની ભરતી અંગે ભૂપેન્દ્રસિંહે જાહેરાત કરતા જણાવ્યું હતું કે અગાઉ 2019માં કરેલી જાહેરાતનો જ એક ભાગ છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે આગામી સમયમાં શિક્ષણ વિભાગમાં મોટી સંખ્યામાં ભરતી કરવાની છે. માધ્યમિક વિભાગ શિક્ષક સહાયકમાં 2307ની ભરતી કરાશે. તો કોલેજમાં અધ્યાપક સહાયક (Assistant Professor) 927 કુલ મળીને 6,616ની ભરતી કરવામાં આવશે.

આ પણ જુઓ : હરિયાણાના 60 ગામમાં ભાજપ અને જેજેપીના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ

આગામી અઠવાડિયાથી ભરતી પ્રક્રિયા શરૂ થશે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કોલેજમાં અધ્યાપકોની 927, માધ્યમિકમાં 2707 અને ઉચ્ચતર માધ્યમિકની 3382 એમ કુલ મળીને 6616 શિક્ષકોની ભરતી કરાશે. તો કોલેજોમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે. તો માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષક સહાયકની ભરતી કરાશે.

ગુજરાતીમાં 234 શિક્ષક સહાયકોની, સામાજિક વિજ્ઞાનમાં 289 શિક્ષક સહાયકોની, અંગ્રેજીમાં 624 શિક્ષક સહાયકોની, ગણિત-વિજ્ઞાનમાં 1039 શિક્ષક સહાયકોની અને એકાઉન્ટ અને કોમર્સમાં 446 શિક્ષક સહાયકોની ભરતી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024