Shraddha Kapoor
દિગ્દર્શક લવ રંજન રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ને લઇને એક રોમેન્ટિક કોમેડી બનાવી રહ્યા છે. કોરોના મહામારીના કારણે ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું. આ ફિલ્મનુું શૂટિંગ લવ રંજન પોતાના હોમ ટાઉન ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કરશે.
સૂત્રની વાત સાચી માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ આવતા જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવવાનું છે. આ ફિલ્મમાં પહેલા દીપિકા પદુકોણ કામ કરવાની હતી. આ પછી શ્રદ્ધાને લેવામાં આવતા સ્ક્રિપ્ટમાં થોડા ફેરફાર કરવા પડયા હતા.
આ પણ જુઓ : અમદાવાદમાં આઇસર, ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો
આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા પણ કામ કરતી જોવા મળવાની છે. પહેલા આ ફિલ્મને માર્ચ 2021 માં રિલીઝ કરવાની યોજના હતી. દિગ્દર્શકે હવે આગામી રિલીઝ તારીખની કોઇ ઘોષણા કરી નથી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.