- યુનિવર્સિટીની કારોબારી બેઠક માં ગ્રેજ્યુએટ મતદારોને સેનેટ માટે રજિસ્ટ્રેશન થવા ડીગ્રી સર્ટી આપવાનો નિર્ણય કરાયો.
- યુનિવર્સિટી ખાતે કુલપતિના અધ્યક્ષસ્થાને કારોબારી ની બેઠક યોજાઇ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં વહીવટી ભવન ના કોન્ફરન્સ હોલ ખાતે સોમવારના રોજ કુલપતિના અધ્યક્ષ સ્થાને કારોબારી કમિટિની બેઠક ન્યુ જવામાં આવી હતી. યુનિવર્સિટી ખાતે કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલી કારોબારીની મળેલી બેઠકમાં ચચૉયેલ મુદ્દે કુલપતિ એ જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં ગ્રેજ્યુએટ મતદારો સેનેટ માટે રજિસ્ટ્રેશન થવા માંગતા હોય તેવા મતદારો નું રજીસ્ટ્રેશન થઇ શકે તે માટે ડિગ્રી સર્ટી એનાયત કરવામાં આવે તે બાબતે વિસ્તારથી ચચૉ કરો ને નિર્ણય કારોબારી સમિતી દ્વારા સવૉનુમતે કરવામાં આવ્યો હતો.જોકે સેનેટ માટે ના મતદાતાઓના રજિસ્ટ્રેશન ની તા.30 અંતિમ હોય જો કોઈની માંગણી આવશે તો રજિસ્ટ્રેશન માટે ની તારીખ લંબાવવા વિચારણા કરવામાં આવશે તેવું કારોબારી બેઠક માં ચચૉયુ હોવાનુ યુનિવર્સિટી નાં કુલપતિ એ જણાવ્યું હતું.તો યુનિવર્સિટી ની પરિક્ષા બાબતને લઈને યુજી સેમ 1 અને સેમ 3 ની ઓફલાઈન પરીક્ષાઓ એમસીકયુ પદ્ધતિથી લેવાનો અને બાકીની તમામ પરિક્ષાઓ પેપર પેન દ્વારા લેવાનો નિર્ણય પણ કારોબારી બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.
યુનિવર્સિટી એમબીબીએસ ઉત્તરવહી કૌભાંડ ની તપાસ મામલે સરકાર દ્વારા અપાયેલ મુદ્ત વધારાને લઇને આ દિશામાં યોગ્ય તપાસ કરી નિણૅય લેવાશે તો આ બાબતે કોઈ તપાસ કમિટી હાલમાં બનાવવામાં આવી ન હોવાનું પણ યુનિવર્સિટી કુલપતિ એ જણાવ્યું હતું.
યુનિવર્સિટી ખાતે સોમવારના રોજ મળેલી કારોબારી સમિતિ ની બેઠકમાં યુનિવર્સિટી કુલપતિ સહિત કાયૅકારી રજીસ્ટાર ડો.ડી.એમ.પટેલ, હિસાબી અધિકારી ડો.કે.કે પટેલ સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.