The sanctity and happiness of Patan will never be forgotten in life
  • 40 માસથી વધુ સમય પાટણ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય માં રહી જૈન જૈનતરો નો પ્રેમ સંપાદન કરનારા મુનિ ભગવંતો ને હષૅના આંસુ સાથે વિહાર માટે પ્રસ્થાન કરાવ્યું…

સાંસારીક જીવન સાગરમાં જયારે સાધુ – સંતો અને મુની ભગવંતોનું આગમન થાય ત્યારે લોકહૃઘ્યમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે પરંતુ મુની ભગવંતોની વિદાય વસમી હોય છે . ત્યારે પાટણ શહેરમાં છેલ્લા 40 મહિનાથી ચોમાસામાં સ્થાયી થયેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય નાં મુની ભગવંત ચારિત્રરત્ન વિજયજી મહારાજ તેમજ અન્યસાધુ – સાધ્વીજી મહારાજ સાહેબોએ પાટણની ભૂમિ પરથી સોમવાર ના રોજ વિહાર કરતાં જૈન શ્રાવક શ્રાવિકાઓએ હર્ષના આંસુ સાથે તેઓને વિદાય આપી હતી .

જૈનોની તપોભૂમિ પાટણના ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતે ચાર્તુમાસમાં સ્થાયી થયેલા જૈન મુનિભગવંત ચારિત્રરત્ન વિજયજી મહારાજ સાહેબ સહિત અન્ય મુનીભગવંતોની નિશ્રામાં જ્ઞાન ઉપાસનાના અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 40 માસના સમયગાળા દરમ્યાન મુની ભગવંતની આજ્ઞાનયાત્રા માં તેઓએ શ્રાવકોને જીવદયા- એકબીજા પ્રત્યે પ્રેમભાવનાના અનેક ઉદાહરણો આપી તેઓને આધ્યાત્મ તરફ ગતિમાન કર્યા હતા .

આજે 40 માસની જ્ઞાનયાત્રા બાદ તેઓનો વિહાર – વિદાયનો કાર્યક્રમ યોજાયો હતો. મુની ભગવંતની વિદાય પૂર્વે યોજાયેલ પ્રવચન પ્રસંગે મુની ભગવંતે જણાવ્યું હતું કે , 40 મહિના પછી પાટણ છોડવાની પીડા નથી પણ પ્રસન્નતા છે અમે કયારેય પાટણની ભૂમિનું ઋણ ભુલી નહીં શકીએ . વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઇ વૈજ્ઞાનિકને શોધ માટે એકાંત મળે તો તે લોકો માટે ખુબ જ ઉપયોગી થઇ શકે છે ત્યારે આધ્યાત્મમાં પણ એકાંતને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. વધુમાં મુની ભગવંતે પાટણની પવિત્રતા અને પ્રસન્નતા વિશે ભર પેટ વખાણ કર્યા હતા.

ત્યારબાદ જૈન શ્રાવકોએ વિહાર કરી રહેલા મુની ભગવંતો અને સાધ્વીજી મહારાજના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા . ત્યારબાદ મુનીશ્રી ચારીત્રરત્ન વિજ્યજી મહારાજ સાહેબ સહિત તેમની નિશ્રામાં અન્ય મુની ભગવંતો અને સાધ્વીજી મહારાજેને સંગીતની સુરાવલી સાથે પાટણની ભૂમિ પરથી જૈન શ્રાવકોએ વિહાર કરાવ્યું હતું .

આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી હર્ષના આંસુ સાથે મુની ભગવંતોને વિદાય આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024