BJP leader
તાજેતરમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર જૂતુ ફેંકાયું હતું. ત્યારે આખરે રશ્મિન પટેલ (BJP leader) નામનો શખ્સ પકડાયો છે. શિનોરના રહેવાસી રશ્મિન પટેલ દ્વારા નીતિન પટેલ પર જૂતુ ફેંકવામાં આવ્યો હતું.જે મામલે પોલીસે રશ્મિન પટેલની ધરપકડ કરી છે. ઉપરાંત જાણવા મળ્યું છે કે રશ્મિન પટેલ પૂર્વ ભાજપી કાર્યકર છે અને હાલ કોંગ્રેસ સાથે જોડાયેલો છે.
રશ્મિન પટેલ શિનોર તાલુકા પંચાયતનો પૂર્વ કારોબારી અધ્યક્ષ છે. રશ્મિન પટેલના પત્ની રશ્મિ પટેલ શિનોર ગ્રામ પંચાયતમા સરપંચ પણ રહી ચૂક્યા છે. ભાજપના જુથવાદના કારણે રશ્મનિ પટેલે જૂતુ ફેકાયુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
આ વિશે માહિતી આપતા પોલીસ વિભાગે જણાવ્યું કે, પોલીસને બાતમી મળી હતી કે, શિનોરના વ્યક્તિ દ્વારા કહેવાઈ રહ્યું છે આજનો જૂતાનો પ્લાન સફળ થયો છે અને હવે સેલિબ્રેશન કરવાનું છે.
આ પણ જુઓ : રશિયાની કોરોના રસીની 85 ટકા લોકો પર કોઈ આડઅસર જોવા મળી નહીં
પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન રશ્મિન પટેલને પકડી તેની પૂછપરછ કરાઈ હતી અને તેના મોબાઈલ ડેટા મેળવવામાં આવ્યા હતા. જેમા અમિત પંડ્યા નામના એક શખ્સ સાથે ઓડિયોમાં રશ્મિન કહી રહ્યો છે કે, જૂતુ ફેંકવાનો પ્લાન સફળ રહ્યો છે. મારા માણસો દ્વારા કામ કરાયું છે. તમારી એમની સાથે મીટિંગ કરાવી દઈશ. ફેસબુક અને અન્ય જગ્યાએ પણ કામ શરૂ કરી દીધું છે. તમે પણ હવે આગળ કામ વધારો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.