Air Canada Plane Catches Fire After Take off: ટોરેન્ટો એરપોર્ટથી પેરિસ માટે ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં એર કેનેડાના વિમાનમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિમાનમાંથી તણખા નીકળતા નજર આવી રહ્યા છે. 5 જૂનના રોજ ટોરેન્ટોથી બોઈંગ 777 જેટે ઉડાન ભરી હતી અને ઉડાન ભર્યાની થોડી જ મિનિટોની અંદર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) એ જમણા એન્જિનમાંથી તણખા નીકળતા જોયા હતા. આ ઘટના સમયે વિમાનમાં 389 મુસાફરો સિવાય 13 ક્રૂ મેમ્બર સામેલ હતા.
તાત્કાલિક વિમાન પાછું લેન્ડ કરાયું
આ ખામી અંગે તરત જ ફ્લાઈટ ક્રૂને સૂચિત કરવામાં આવ્યા જેમણે પરિસ્થિતિને સંભાળી લીધી અને વિમાનને એરપોર્ટ પર પાછું લેન્ડ કરાવ્યું. એરલાઈને જણાવ્યું કે, વિમાન લેન્ડ થયા બાદ સામાન્ય ઓપરેટિંગ પ્રક્રિયાઓ મુજબ એરપોર્ટ રિસ્પોન્સ વાહનો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
Video captures moment Air Canada 777 had a compressor stall on departure from Toronto Pearson International Airport on Wednesday. AC872 returned safely 30 minutes later. pic.twitter.com/I8LrySWHBJ
— Breaking Aviation News & Videos (@aviationbrk) June 7, 2024
એર કેનેડાનું નિવેદન
આ ઘટના અંગે એર કેનેડાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ઘટનાનો ઈન્ટરનેટ પર પોસ્ટ કરાયેલો વીડિયો દર્શાવે છે કે, કોમ્પ્રેસર સ્ટોલના પોઈન્ટ પર એન્જિન છે, એવું ત્યારે બની શકે છે જ્યારે ટર્બાઈન એન્જિન સાથે તેનું એરોડાયનેમિક્સ પ્રભાવિત થાય છે. આ વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે પરંતુ તેનું પરિણામ એ આવે છે કે, એન્જિનના માધ્યમથી હવાનો પ્રવાહ વિક્ષેપિત થાય છે જેનાથી એન્જિનના નીચે બળતણ સળગે છે. આ જ કારણ છે કે, વીડિયોમાં તણખા નજર આવી રહ્યા છે. આ એન્જિનમાં લાગેલી આગ નથી.
યાત્રીઓને એ જ રાત્રે બીજી ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા
બાદમાં યાત્રીઓને એ જ રાત્રે બીજી ફ્લાઈટમાં મોકલવામાં આવ્યા.એક અહેવાલ પ્રમાણે જે બોઈંગ જેટમાં ખામી સર્જાઈ હતી તેને સેવામાંથી દૂર કરી દેવામાં આવ્યું છે અને તેના મેઈન્ટેનન્સ સ્ટાફ અને એન્જિનિયરો દ્વારા તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.