PMO એ covid-19 મામલે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરી વર્ચ્યુઅલ બેઠક

પોસ્ટ કેવી લાગી?

PMO

મંગળવારે કોરોના વાયરસના મામલે પીએમ નરેન્દ્ર મોદી (PMO)એ 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું કે ટેસ્ટિંગની સંખ્યા સતત વધી રહી છે. જે વધીને દરરોજ 7 લાખ સુધી પહોંચી છે. જેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળી રહી છે. વિશ્વની સરખામણીએ આપણા ત્યાં સરેરાશ મૃત્યુ દર પહેલા પણ ઘણો ઓછો હતો અને જે હજી પણ સતત વધુ નીચો જઈ રહ્યો છે. રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે તેનો મતલબ કે આપણા પ્રયત્નો સિદ્ધ થઈ રહ્યા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMO)એ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરી હતી. છેલ્લા 5 મહીનાઓમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વડાપ્રધાન મોદીની આ સાતમી બેઠક હતી. 

આ પણ જુઓ : independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે

પીએમ મોદીએ જણાવ્યું કે, લોકોમાં કોરોનાનો ભય ઓછો થયો છે. કોરોના મામલે આપણો લક્ષ્ય મૃત્યુ દરને એક ટકા કરતા પણ નીચે લઈ જવાનો છે તેને હાંસલ કરવા પ્રયત્ન કરો. ઉપરાંત આરોગ્ય સેતુ એપ્લિકેશનની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે એપની મદદથી સંક્રમિત દર્દીઓને ટ્રેક કરવામાં મદદ મળી રહી છે. જો વ્યક્તિમાં 72 કલાકમાં કોરોના સંક્ર્મણની જાણ થઈ જાય તો જોખમ ઘટી જાય છે. 

આ પણ જુઓ : Blast in Surat : સુરતમાં ઓક્સિજન બોટલના ગોડાઉનમાં બ્લાસ્ટ

વડાપ્રધાને કહ્યું કે, આજે 80 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યોમાંથી છે. આજે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 6 લાખને પાર થઈ ગઈ છે. જે રાજ્યોમાં ટેસ્ટિંગ રેટ ઓછો જ્યાં પોઝિટિવિટી રેટ વધારે છે ત્યાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, અમારો અત્યાર સુધીનો અનુભવ છે કે કન્ટેનમેન્ટ, કોન્ટેક્ટ, ટ્રેસિંગ અને સર્વેલન્સ કોરોના વિરૂદ્ધના સૌથી પ્રભાવશાળી હથિયાર છે. જે જનતા પણ આ વાતને સમજી રહી છે અને લોકો સહયોગ આપી રહ્યા છે.

  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures