• જિલ્લા કલેક્ટરશ્રીએ વહિવટી તંત્રના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે ચાલી રહેલી તૈયારીઓનું સ્થળ નિરીક્ષણ કર્યું.
  • ઉત્સવ દરમ્યાન રાણીની વાવને ભવ્ય રોશની દ્વારા સુશોભિત કરાશે.
  • મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં આગામી તા.૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ યોજાનાર રાણીની વાવ ઉત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રસ્તુતિ.
  • આગામી તા.૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ પાટણ ખાતે રાણીની વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ તથા પોલીસ અધિક્ષકશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તથા સ્થળ પર જ બેઠક યોજી આયોજન અને કામગીરી બાબતે જરૂરી સુચનાઓ આપી હતી.
  • મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાનાર કલા અને સંસ્કૃતિને ઉજાગર કરનાર રાણીની વાવ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે સ્થળ નિરીક્ષણ કરી તૈયારીઓ નિહાળી હતી. કાર્યક્રમના સ્થળે બેઠક વ્યવસ્થા, લાઈટીંગ, પાર્કીંગ વ્યવસ્થા સહિતની કામગીરી સુપેરે થાય તે સુનિશ્વિત કરવા સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે સ્થળ પર બેઠક યોજી દિશાસુચનો કર્યા હતા.
  • આ ઉપરાંત કલેક્ટરશ્રીએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ મકવાણા સાથે કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સલામતી વ્યવસ્થા બાબતે પરામર્શ કર્યો હતો. મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહેવાના હોઈ આરોગ્ય વિભાગ દ્વારા એમ્બ્યુલન્સ તથા મેડીકલ ટીમ પણ સ્થળ પર હાજર રાખવામાં આવશે. ચીફ ઑફિસરશ્રીને શહેર તથા કાર્યક્રમના સ્થળે સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવા સુચના આપી હતી.
  • રાણીની વાવ ખાતે જિલ્લા કલેક્ટરશ્રીએ સ્થળ નિરીક્ષણ કરી ઉત્સવ દરમ્યાન રાણીની વાવને ભવ્ય લાઈટીંગ દ્વારા સુશોભિત કરવાના આયોજન બાબતે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા કરી હતી.
  • જિલ્લા વહિવટી તંત્રના સંલગ્ન વિભાગના તમામ ઉચ્ચ અધિકારીશ્રીઓએ સ્થળ પર ઉપસ્થિત રહી કાર્યક્રમ દરમ્યાન તેમના વિભાગ દ્વારા કરવામાં આવનાર કામગીરી વિષે કલેક્ટરશ્રીને અવગત કર્યા હતા. જેની સમીક્ષા કરતાં જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સંકલનમાં રહી ટીમવર્ક દ્વારા કામગીરી સુપેરે પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024