Reservation

Reservation

સંરક્ષણ સચિવ અજય કુમારે જાણકારી આપતા કહ્યુ હતુ કે, દેશભરની સૈનિક સ્કૂલોમાં આગામી વર્ષ 2021-22થી અનામત (Reservation) લાગુ કરાશે. જેમાં ઓબીસી માટે 27 ટકા બેઠકો અનામત રહેશે. દેશનુ સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી સૈનિક સ્કૂલ સોસાયટી દેશમાં 33 સૈનિક સ્કૂલોનુ સંચાલન કરે છે.

અજય કુમારે કહ્યુ હતુ કે, 13 ઓક્ટોબરે તમામ સ્કૂલોના આચાર્યોને આ નિર્ણયનો અમલ કરવા માટે સૂચના આપતો પરિપત્ર મોકલી આપવામાં આવ્યો છે. જેમાં કહેવાયુ છે કે, કોઈ પણ સૈનિક સ્કૂલોમાં 67 ટકા બેઠકો જે રાજ્યમાં સ્કૂલ આવેલી છે તેના ઉમેદવારો માટે રિઝર્વ છે. જ્યારે 33 ટકા બીજા રાજ્યોના ઉમેદવારો માટે છે. આ બંને કેટેગરીમાં 15 ટકા બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 27 ટકા બેઠકો ઓબીસી માટે રહેશે.

આ પણ જુઓ : પાકિસ્તાન : 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીનું અપહરણ કરી ધર્મ પરિવર્તન કરતા લોકોમાં રોષ

ઉપરાંત કુલ બેઠકો પૈકી 10 ટકા વિદ્યાર્થિનીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે. તાજેતરમાં જ ગુજરાતના ડીફેન્સ પીઆરઓ દ્વારા આ બાબતે જાહેરાત કરવામાં આવી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024