Pakistan

Pakistan

પાકિસ્તાન (Pakistan)માં ધાર્મિક અત્યાચારની ઘટનાઓ ખુબજ વધી રહી છે. ત્યારે ફરી એક ઘટના સામે આવી છે. પાકિસ્તાનમાં 13 વર્ષીય ખ્રિસ્તી છોકરીના અપહરણ અને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્ત કરવામાં આવતા રોષે ભરાયેલા લોકોએ કરાંચીમાં પ્રદર્શન કર્યું અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહીની માંગ કરી.

અનુમાન મુજબ પાકિસ્તાનમાં દર વર્ષે 1000થી વધુ ખ્રિસ્તી અને હિંદુ મહિલાઓ-છોકરીઓના અપહરણ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવીને કોઇ મુસ્લિમ છોકરા સાથે નિકાહ કરાવી દેવામાં આવે છે. પીડિતોમાં મોટાભાગની ઉંમર 12 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોય છે. 

આ પણ જુઓ : ફ્રાન્સે ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ જાહેર કર્યું

કરાંચીમાં 13 ઓક્ટોબરના રોજ ખ્રિસ્તી છોકરી આરજૂ રાજાનું રેલવે કોલોની સ્થિત તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે પીડિત પરિવારને જણાવ્યું કે આરજૂએ પોતાની મરજીથી ઇસ્લામ કબૂલી 44 વર્ષના અપહરણકર્તા અલી અઝહર સાથે લગ્ન કરી લીધા છે. આરજૂના પરિવાર પોલીસની આ દલીલ માનવા માટે તૈયાર નથી.

આરજૂના પરિવારે લેખિત ફરિયાદ નોંધાવી છે અને બાળકીની સુરક્ષિત વાપસી માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પહેલાં હાઇકોર્ટએ બાળકીના નિકાહને યોગ્ય ગણાવતાં પોલીસે મુખ્ય આરોપી પર કોઇ કાર્યવાહી ન કરવા માટે કહ્યું હતું. છોકરીની માતા રીતા મસીહનો આરોપ છે કે કોર્ટ પરિસરમાં કેટલાક લોકો દ્વારા તેમને ધમકી આપવામાં આવી.  

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024