Galvan

  • લદ્દાખની ગલવાન (Galvan) ખીણમાંથી ચીની સૈનિકોને પાછા ધકેલવા માટે નરેન્દ્ર મોદી સરકારે પોતાના સૌથી શક્તિશાળી કૂટનૈતિક હથિયારનો ઉપયોગ કર્યો હતો.
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને મેદાનમાં ઉતાર્યા હતાં
  • તેમણે રવિવારે ચીની સમકક્ષ વાંગ યી સાથે લગભગ બે કલાક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી હતી.
  • માનવામાં આવી રહ્યું છે કે આ તેમની વાતચીતનું પરિણામ છે કે સોમવારે ચીની સૈનિક ગલવાન (Galvan) ઘાટીમાં પાછળ હટી ગયા છે.
  • સૂત્રોના મુજબ NSA અજિત ડોભાલ અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે થયેલી વાતચીત સૌહાદપૂર્ણ અને દૂરદર્શિતા પર આધારિત હતી.
  • સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે બંને વચ્ચે પૂર્ણ શાંતિ સ્થાપવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને, તેના માટે સાથે મળી કામ કરવાની વાત થઈ છે.
  • ડોવાલે વાંગ યી સાથે વાતચીતમાં તમામ મુદ્દે ચર્ચા કરી હતી.
  • બંને વચ્ચે ગઈ કાલે રાત્રે 2 કલાક જેટલો સમય વાતચીત ચાલી હતી.
  • માનવામાં આવી રહ્યું છે કે, લદ્દાખ સરહદે બંને પક્ષોના સૈનિકોને પાછા હટાવવા પાછળ આ વાતચીત જ જવાબદાર રહી.
  • ગલવાન (Galvan) ખીણમાં 15જૂને બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં અને ચીનના 43 જવાનોએ જીવ ખોયા હતાં.
  • છેલ્લા બે મહિનાથી સરહદે સ્ટેન્ડ ઓફની સ્થિતિ હતી.
  • આખરે ડોવાલની વાતચીત દ્વારા ચીની સૈનિકો વિવાદાસ્પદ જગ્યાએથી 1.5 કિલોમીટર પાછળ હટ્યાં હતાં.
  • બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે અનેક તબક્કાની કમાંડર સ્તરની વાતચીત પણ બિનઅસરકારક રહી હતી

  • તો બીજી તરફ, ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન પ્રકાશિત કર્યું છે.
  • તેમાં પ્રવક્તાએ કહ્યું છે કે ભારત અને ચીનની વચ્ચે 30 જૂને થયેલી ત્રીજી કમાન્ડર સ્તરની મંત્રણા બાદ બંને દેશ સરહદી વિસ્તારોમાં સૈનિકોને પાછળ હટાવવા અને તેમની સંખ્યા ઓછી કરવા માટે પ્રભાવી ઉપાય અપનાવી રહ્યા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024