India :ચીન-પાકિસ્તાનને માત આપવા, ભારત અમેરિકા પાસેથી ખરીદશે આ ઘાતક હથિયાર

પોસ્ટ કેવી લાગી?

India

  • પૂર્વ લદાખમાં LAC પર ભારત અને ચીનની વચ્ચે ઘર્ષણ સતત ચાલુ છે.
  • ચીન સાથે સરહદ ઉપર ભારત (India) નો તણાવ તેની ચરમસીમાએ છે.
  • તણાવને ધ્યાનમાં રાખી મહાશક્તિ અમેરિકા ભારતની મદદે આવ્યું છે.
  • અમેરિકા પાસેથી ભારતે પ્રીડેટર-બી ડ્રોન (Predator-B Drone)  ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
  • આ ડ્રોનનો ઉપયોગ કરીને અમેરિકાએ ઈરાની કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીને ઢાળી દીધો હતો.
  • આ એક એવું ડ્રોન છે જે ઇન્ટેલિજન્સ માહિતી એકત્ર કરે છે
  • આ ઉપરાંત કોઈ ટાર્ગેટ પર મિસાઇલ અને લેજર ગાઇડેડ બોમ્બથી પણ હુમલો કરી શકે છે.
  • અમેરિકા સાથે ચાલી રહી છે વાતચીત – અહેવાલ મુજબ, અમેરિકાએ ભારત (India)ને 30-C ગાર્ડિયન વેચવાની રજૂઆત કરી છે.
  • તેનો કિંમત ચાર અબજ ડૉલરની આસપાસ છે.
  • પરંતુ સરહદ પર ઊભી થયેલી સ્થિતિને જોતાં ભારતને લાગે છે કે સર્વેલન્સ અને ટાર્ગેટ પર હુમલો બંને ચીજો માટે એક જ ડ્રોનનો ઉપયોગ કરવો યોગ્ય હશે
  • અને પ્રીડેટર-બી ડ્રોન આ બંને કામ કરી શકે છે.
  • આ સોદા માટે ઈન્ડિયન નેવી (Indian Navy) અને આર્મી (Indian Army) બંને અમેરિકા સાથે વાતચીત કરી રહ્યા છે.
  • અમેરિકા ભારતને પ્રીડેટર-બી ડ્રોન આપવા તૈયાર છે પરંતુ અમેરીકા હથિયાર સોદાને લઈને ભારત (India) થી થોડું નારાજ છે.
  • સૂત્રો મુજબ અમેરિકાની નારાજગી એ વાતને લઈેન છે કે ભારતે S-400 મિસાઇલ સિસ્ટમ રશિયા પાસેથી કેમ ખરીદી.
  • અમેરિકાને એ વાતનો ડર છે કે જમીનથી હવામાં અચુક પ્રહાર કરનારી મિસાઇલ સિસ્ટમ ભારતથી મોસ્કો સુધી પહોંચી શકે છે.
  • જ્યારે ચીન તો પહેલાથી જ રશિયા પાસેથી S-400 મિસાઇલ લઈ ચૂક્યું છે.
  • અત્યારના સમયમાં લદાખમાં ભારત (India) ઈઝરાયલી હેરોન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે.
  • આ ડ્રોન હથિયાર વગરનું છે. જ્યારે ચીનની પાસે વિંગ લૂંગ II ડ્રોન છે.
  • જેમાં ખતરનાક હથિયાર લાગેલા છે. ચીનના આ ડ્રોન પાકિસ્તાનને આપવાની તૈયારીમાં છે.
  • પાકિસ્તાન એરફોર્સે 48 ડ્રોન માટે ચીનની સાથે કરાર કર્યા છે.
  • વિંગ લૂંગ II ડ્રોનમાં હવાથી જમીન પર વાર કરનારી 12 મિસાઇલ લાગેલી છે.
  • હાલ લીબિયાના સિવિલ વૉરમાં તેનો ઉપયોગય કરવામાં આવી રહ્યો છે.
  • ચીન અને પાકિસ્તાનને માત આપવા ભારત (India) પણ અમેરિકા પાસેથી આ ડ્રોન ખરીદવા માંગે છે.
  • અમેરિકાના આ ડ્રોનને પ્રીડેટર-બી MQ-9 પણ કહેવામાં આવે છે.
  • તેનો ઉપયોગ અમેરિકન એરફોર્સ કરે છે. આ ડ્રોન હથિયારોની સાથે ચાર લેઝર ગાઇડેડ એર ટૂ ગ્રાઉન્ડ હેલફાયર મિસાઇલોથી સજ્જ છે.
  • જે ચોક્કસ નિશાન સાધે છે અને આસપાસ ખૂબ ઓછું નુકસાન કરે છે.
  • તે પોતાની સાથે 4,760 કિલોગ્રામ વજનને લઈ 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.
  • આ ડ્રોનનો ઉપયોગ વૉચ રાખવા, તલાશી અભિયાન ચલાવવા અને રાહત-બચાવ મિશનમાં પણ કરવામાં આવી શકે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures