Online

Online

  • આજકાલ ઓનલાઇન ફ્રોડના કિસ્સા બનતા રહે છે.
  • ત્યારે વધુ એક Online (ઓનલાઇન) શોપિંગ કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.
  • અમદાવાદમાં સરદાર નગર વિસ્તારમાં કપડા ખુબ જ નીચી કિંમતે બતાવીને એક મહિલા સાથે ઓનલાઇન (Online) ફ્રોડની ઘટના બની છે.
  • સરદાર નગરમાં રહેતી એક મહિલાએ એક વેબસાઇટ પરથી કપડા ખરીદ્યા હતા.
  • જો કે ઠગ એ ઓર્ડર મુજબનો સ્ટોક હોવાનું જણાવીને તેની પાસે તેના ડેબિટ કાર્ડની વિગત માંગવામાં આવી હતી.
  • ત્યાર પછી તેના એકાઉન્ટમાંથી 34907 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા.
  • આ સમગ્ર બાબતે યુવતીએ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
  • મળતી માહિતી અનુસાર રિચા અમીન નામની યુવતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરે છે.
  • તેનો પતિ રેડીમેડ કપડાની દુકાન ચલાવે છે.
  • રિચાએ Onlineએથનિક નામની વેબસાઇટ પર 199 રૂપિયામાં વિન્ટેજ પ્રિન્ટેડ હેરમ નામની પ્રોડક્ટ ઓર્ડર કરી હતી. 
  • જો કે પ્રોડક્ટ ઓર્ડર અનુસાર ન આવતા તેમણે કંપનીનો ઓનલાઇન (Online) નંબર શોધીને તેમાં ફોન કર્યો હતો.
  • તો નંબર પર જણાવાયું કે, તમે ઓર્ડર કરેલો માલ હાલ સ્ટોકમાં નથી માટે તમે એનીડેસ્ક એપ ડાઉનલોડ કરો.
  • તેથી તે પેમેન્ટ પરત આપી શકે. જેથી રિયાએ એપ ડાઉનલોડ કરીને એક્સેસ આપ્યું હતું.
  • જેમાં મહિલાએ પોતાના ડેબિટકાર્ડની તમામ વિગતો આપી હતી.
  • ગણતરીની મિનિટોમાં 34907 રૂપિયા તેના એકાઉન્ટમાંથી ઉપડી ગયા હતા.
  • જેથી મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે વિગત આપી હતી. 
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow