Hardik Patel કરી બેઠા આ ભૂલ, લોકોએ લીધી ખૂબ મજા…

પોસ્ટ કેવી લાગી?

Hardik Patel Twitter

  • એક સમયે અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel) ને ગુજરાતના પ્રદેશ કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી.
  • ગુજરાત કોંગ્રેસના નવા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું એક ટ્વીટ સોશિયલ મીડિયા (Twitter) પર ખુબ વાયરલ થઈ રહ્યું છે.
  • હાર્દિક પટેલના આ ટ્વીટ પર યૂઝર્સ ખૂબ મજા લઈ રહ્યા છે.
  • કાર્યકારી પ્રમુખ બન્યા બાદ આજે હાર્દિક ખોડલધામ દર્શનાર્થે ગયો હતો.
  • ત્યાર બાદ એક ટ્વિટ કર્યું હતું. હાર્દિકે (Hardik Patel) Twitter પર ટ્વિટ કર્યું હતું કે, 2020ની ગુજરાતની ચૂંટણીમાં 1/3 બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.
  • જોકે બાદમાં હાર્દિકને પોતાની ભુલ સમજાતા ટ્વિટ ડિલીટ કર્યું હતું.
  • નવેસરથી સુધારા સાથે ટ્વિટ કરીને લખ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2/3 બહુમતી સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.
Hardik Patel
  • રવિવારે 2.28 મિનિટ પર (Hardik Patel) હાર્દિક પટેલે એક ટ્વીટ કર્યું. ‘આદરણીય અધ્યક્ષા સોનિયા ગાંધી જી અને રાહુલ ગાંધી જીનો આભાર વ્યક્ત કરૂ છુ.
  • લોકતંત્ર અને સંવિધાન બચાવવા માટે કોંગ્રેસ પાર્ટી લડતી રહેશે.
  • ગુજરાતના વિભિન્ન મુદ્દાને મહત્વ આપવામાં આવશે અને 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 1/3 બહુમત સાથે કોંગ્રેસ સરકાર બનાવશે.’

  • રવિવારે હાર્દિક પટેલ (Hardik Patel) કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરતા એક ભૂલ કરી બેઠો.
  • જ્યારે હાર્દિકને પોતાની ભૂલ ખબર પડી તો તેણે ટ્વીટ ડિલીટ કરી ફરી 2.37 મિનીટે એક ટ્વીટ કર્યું.
  • આ ટ્વીટમાં આજ વાત હતી, પરંતુ 1/3ને બદલે 2/3 લખી દીધુ.
  • જોકે, જેવું હાર્દિકે ટ્વીટ કર્યું તુરંત લોકોએ તેના પર મજા લેવાનું શરૂ કરી દીધુ.
  • કેટલાક લોકોએ તો સ્ક્રિન શોર્ટ લઈ તેને વાયરલ કરી દીધુ.
  • સોશિયલ સાઈટ્સ Twitter પર હાર્દિકના જુના રેકોર્ડ્સને લઈ રાજસ્થાન કોંગ્રેસમાં મચેલી ધમાસણ પર યૂઝર્સ હાર્દિકને પ્રશ્ન પૂછવા લાગ્યા.
  • અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં હાર્દિક પટેલને મહત્વની જવાબદારી સોંપવામાં આવતા કોંગ્રેમાં તેનું કદ પણ વધ્યું હતું.
  • પેટા ચૂંટણીની મોટા ભાગની જવાબદારી તેને સોંપવામાં આવી હતી.
  • જેના પગલે કોંગ્રેસનાં યુવા ચહેરા તરીકે હાર્દિક પટેલ પ્રોજેક્ટ થયો હતો.
  • હાર્દિક પટેલ આગામી સમયમાં તમામ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર પણ સંભાળશે.
  • જો કે હાર્દિક સામે સૌથી મોટો પ્રશ્ન કોંગ્રેસમાં રહેલા આંતરિક વિખવાદને દુર કરવાની છે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલની પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે જાહેરાત થયા બાદ આજે હાર્દિક પટેલ રાજકોટ પહોંચ્યા હતા.
  • હાર્દિક પટેલ આજે લેઉવા પટેલના એકતાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરે પહોંચ્યા હતા.
  • જ્યાં નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા હાર્દિક પટેલનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures