Patan
ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાનો કહેર વરસી રહ્યો છે. કોરોના કેસમાં ખુબજ ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોના કેસમાં ઉછાળો જોઈ પાટણ (Patan) માં સોશિયલ ડિસ્ટન્સને લઇ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેને પગલે માસ્ક ન પહેરનાર ને દંડ કરવામાં આવી રહ્યો છે તેમજ સોશિયલ ડિસ્ટેંસીંગનો ભંગ કરનાર સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જેમાં પાટણના બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં દુકાન પર સોશિયલ ડિસ્ટેંસીંગનો ભંગ કરવા બદલ નગરપાલિકા દ્વારા મોરલી ટી સ્ટૉલ-જુના ગંજ બજાર, બ્રહ્માણી મેડિકલ સ્ટોર,કોહિનુર સિનેમા રોડ, દિન દયાલ જન ઔષધિ સ્ટોર-કોહિનુર સિનેમા રોડ, ખોડિયાર પાર્લર-કિલાચંદ શૉપિંગ સેન્ટર, મહાદેવ વસ્ત્ર ભંડાર-મિલન સિનેમા પાસે આવેલ 5 દુકાનો સીલ કરી દેવામાં આવી હતી.
આ પણ જુઓ : વડોદરાના 120 હોટસ્પોટ નક્કી કરાયા,માસ્ક વગર ફરનારાઓને થશે દંડ
જોકે વેપારી એસોસિએશનની રજૂઆત પછી કલેકટર કચેરીની સૂચના પછી બે દિવસે સીલ ખોલી દેવાયા છે. જોકે હવે પછી સખતાઈ રાખવામાં આવશે તેમ ચીફ ઓફીસર પાચાભાઈ માળીએ જણાવ્યું હતું.
દુકાનોમાં ખરીદી સમયે ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પાલિકાના ચીફ ઑફિસર પાંચાભાઈ માળી દ્વારા બજારમાં આવેલી દુકાનોના માલિકોને ગ્રાહકો વચ્ચે સલામત અંતર જળવાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.