ગુજરાત સરકાર ના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા ની અઘ્યક્ષ સ્થાને યોજાયો સાતમા તબક્કા નો સેવા સેતુ કાર્યક્રમ, જેમાં આકોલી ઠાકોર વાસ ગ્રામ પંચાયત ના બિન હરીફ સરપંચ તરીકે પુનબા પ્રહલાદસિંહ વાઘેલા નું સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં શિહોરી રતનપુરા ના બિન હરીફ સરપંચ અરવિંદ ગોહીલ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ડિસા પ્રાંત અધિકારી નિનામા. કાંકરેજ મામલતદાર એમ. ટી. રાજપુત. તેમજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી રમીલાબેન પરમાર અને તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચોધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામ લોકો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કોરોના મહામારી માં મૃત્યુ પામેલા લોકો ના સ્વજનોને ડિસા પ્રાંત અધિકારી નિનામા એ પ્રમાણપત્રો એનાયત કર્યાં હતાં. જેમાં સરકાર શ્રી તરફથી વિવિધ પ્રકારના લાભો વિશે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા ત્યારે લોકોએ લાભ લીધો હતો. ત્યારે આકોલી ગામના નું તળાવ નર્મદા નીર દ્વારા ભરવાની મંજુરી મળી જતાં ખેડૂતો માટે ખુશીની લહેર છવાઈ હતી ત્યારે ખેડૂતો અને પશુપાલકો માટે હરગોવનભાઈ શિરવાડીયા એ શિક્ષણ ઉપર ભાર મૂકીને બાળકો ને ભણવા માટે આહવાન કર્યું હતું.