સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રતિમાં દેશની ભાવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે.

પોસ્ટ કેવી લાગી?

પાટણ તાલુકાના આઠ ગામોમાં એકતા રથયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત
સ્ટેચ્યુ ઓફ યુનીટીની પ્રતિમાં દેશની ભાવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે , મોહનભાઇ પટેલ

પાટણ.
ભારત દેશના પ્રખર રાષ્ટ્રભક્ત જેઓ બ્રિટીશ રાજના અને પછી ભારતના ૫૬૨ રજવાડાઓને રાષ્ટ્રના મુખ્ય પ્રવાહમાં સાંકળવા માટે પ્રયત્નોમાં સફળ થયા એક કુશળ વહીવટકાર જેમણે નવા આઝાદ થયેલા રાષ્ટ્રને સ્થિર અને સુદ્રઢ બનાવ્યું.

એક અનોખા મહામાનવ જેમણે પ્રથમ દર્શક બનીને દેશને એકતાની રાહ પર દિશા બતાવી અને સમગ્ર રાષ્ટ્ર માટે શાશ્વત પ્રતિક બની ગયા તેમના આદર્શોને જાગ્રત કરવા અને યુવાપેઢીને શીખ આપવા એકતા રથયાત્રાનું પાટણ તાલુકાના આઠગામો ઇલમપુર, કતપુર, ગોલાપુર, સબોસણ, મહેમદપુરા, ખીમીયાણા, મીઠીવાવડી, ખાતે જઇ રાત્રીના રાજપુર ગામ ખાતે સભા થઇ હતી. જેમાં સંગઠનના પ્રમુખ મોહનભાઇ પટેલ, સ્નેહલભાઇ પટેલ, કાર્યપાલક ઇજનેરશ્રી ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો દ્વારા એકતા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરી, ફુલહાર કરી ગ્રોમજનોએ આરતીનો લાવો લીધો હતો.


આ પ્રસંગે મોહનભાઇ પટેલે જણાવયું હતું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ૧૮૨ મીટર સ્ટેચ્યુ ઓફ યુનીટી પ્રતિમાં બનાવવામાં આવી છે. જે આવનાર ભાવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. અને સહેસાણાીઓ માટેનું સૌથી મોટું પર્યટન સ્થળ બનશે અને અનોખું આકર્ષણ સ્થળ બની રહેશે. આ પ્રસંગે ખેતીવાડી અધિકારી શૈલેશભાઇ પટેલે ગ્રામજનોને શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં વિષ્ણુભાઇ પટેલ, નિકુલભાઇ પટેલ, જબાજી ઠાકોર, સરપંચ અમરતભાઇ વાલ્મીકી એકતા રથયાત્રાના કર્મચારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures Powerful Earthquake Hits Taiwan Top 10 Most Viral Pics Of Cristiano Ronaldo