Intern doctors

Intern doctors

રાજ્યના ઇન્ટર્ન તબીબો (Intern doctors) ની હડતાળ આજે બીજા દિવસે પણ યથાવત છે. અંદાજે 2000 ઇન્ટર્ન તબીબો આ હડતાળમાં જોડાયા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે. 

ગઈકાલથી ઇન્ટર્ન તબીબો સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યૂટી બદલ ઇનસેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિ આ 3 માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. ઈન્ટર્ન તબીબોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્ટ્રાઈક ઈઝ ઓનનો મેસેજ આપીને #we_are_united હેશટેગથી પોતાની માગણીઓ સંદર્ભે આક્રમકતા બતાવી છે.  

આ પણ જુઓ : રશિયાની Sputnik V આટલા વર્ષ સુધી કોરોનાથી આપશે સુરક્ષા

ઇન્ટર્ન તબીબોની માગણીના સંદર્ભે ડેપ્યુટી સીએમ દ્વારા કાલે ચીમકી પણ આપવામાં આવી હતી. DyCM નીતિન પટેલે કહ્યું કે મજબૂરીનો લાભ ઉઠાવી ઇન્ટર્ન તબીબો તેમની માગ સ્વીકારવા દબાણ ઉભું કરે તે ચલાવી નહીં લેવાય. નીતિન પટેલે હડતાળ પર રહેલા તમામ ઇન્ટર્ન તબીબોની ગેરહાજરી પૂરવા ડીનને આદેશ કર્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024