- 16 જુલાઈએ ગ્રહોના રાજા સૂર્ય રાશિ પરિવર્તન કરીને મિથુનથી કર્ક રાશિમાં પ્રવેશ કરશે.
- આ બાદ આ ગ્રહ 17 ઓગસ્ટ સુધી આ રાશિમાં જ રહેશે.
- ત્યાર બાદ સૂર્ય સિંહ રાશિમાં આવી જશે. તેમજ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે, જે સૂર્યનો મિત્ર છે.
- સૂર્યના રાશિ પરિવર્તનની અસર બારેય રાશિઓ ઉપર થશે.
- જાણો તમામ રાશિઓ માટે સૂર્યનું આ ગોચર કેવુ રહેશે.
મેષ રાશિ
- મેષ રાશિ માટે સૂર્ય ચોથા ભાવનો થઇ જશે.
- જેના કારણે જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થશે.
- છેલ્લાં થોડાં સમયથી જે પરેશાનીઓ ચાલી રહી હતી તે દૂર થઇ શકે છે.
- અનેક લાભ થશે. આર્થિક સંકટ દૂર થશે. મુશ્કેલીઓનો પાર આવશે.
વૃષભ રાશિ
- આ રાશિ માટે સૂર્ય ત્રીજા ભાવનો રહેશે.
- આ સ્થિતિ તમારા માટે લાભકારી રહેશે. વાહન સુખ મળી શકે છે.
- પરિવાર અને સમાજમાં સન્માન વધશે.
- લગ્ન-વિવાહ અંગે સમય વિલંબિત. પ્રવાસ. મિલન-મુલાકાત.
મિથુન રાશિ
- આ રાશિના લોકો માટે સૂર્ય બીજા ભાવમાં રહીને સમસ્યાઓ દૂર કરશે.
- આત્મનિર્ભરતા તરફ આગળ વધશો.
- બધા જ કામ સમયે પૂર્ણ કરવામાં સફળ રહેશો.
- સાનુકૂળ તક. લાભની આશા. તણાવ હળવો બને. ખર્ચનો પ્રસંગ બની રહેશે।
કર્ક રાશિ
- સૂર્ય હવે આ રાશિમાં રહેશે. સમય શુભ રહેશે.
- કોઇ મોટી સફળતા મળી શકે છે.
- ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે.
- કાર્યમાં વધારો થશે. સામાજિક કાર્યો થાય.
- પ્રવાસ-પર્યટન સફળ. સ્નેહીથી મિલન થઇ શકે છે.
સિંહ રાશિ
- આ રાશિ માટે સૂર્ય બારમા ભાવનો રહેશે, જેના કારણે થોડી પરેશાનીઓ વધી શકે છે.
- સમય આર્થિક રૂપથી સારો પણ રહેશે.
- વાહનનો પ્રયોગ સાવધાની પૂર્વક કરવો.
- અંતઃકરણમાં વિષાદ તબિયત સાચવવી.
- કાર્ય અવરોધ બાદ લાભ તથા સફળતા જણાય.
કન્યા રાશિ
- અગિયારમા ભાવનો સૂર્ય પક્ષનો રહેશે.
- ધનમાં વૃદ્ધિ થશે. કાર્ય સમયે પૂર્ણ થશે.
- આધ્યાત્મિક ક્ષેત્રમાં મન લાગશે.
- પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે.
- સફળતા માટે પ્રયત્નો વધુ કરવા પડે.
- સ્વજન-મિત્ર ઉપયોગી. પ્રવાસ મજાનો બને.
તુલા રાશિ
- દસમા ભાવનો સૂર્ય આ જાતકો માટે મુશ્કેલીઓ વધારી શકે છે.
- મિત્રો સાથે વાદ-વિવાદ થઇ શકે છે.
- ધૈર્ય જાળવી રાખશો તો હાનિથી બચી શકશો.
- અવરોધ દૂર થાય. નવીન તક મળે.
- સ્વજનનો સહકાર મળશે.
- તથા પ્રવાસમાં જવાનું થાય તો આનંદ પ્રાપ્ત થશે.
વૃશ્ચિક રાશિ
- આ રાશિ માટે નવમા ભાવનો સૂર્ય કાર્યમાં ફેરફાર કરાવી શકે છે.
- વેપારીઓ માટે સમય સારો રહેશે.
- મિત્રોની મદદથી મોટા લાભ મળી શકે છે.
- માનસિક તણાવ દૂર થાય.
- ગૃહજીવન, લગ્ન-વિવાહની બાબતો અંગે શુભ. ખર્ચ વઘી શકે છે.
- નોકરી-વ્યવસાયમાં સાનુકૂળ તક મળશે.
- તમારા પ્રયત્નો ફળશે.
ધન રાશિ
- આ રાશિ માટે આઠમા ભાવનો સૂર્ય કોઇ મોટા કામમાં સફળતા અપાવી શકે છે.
- ખર્ચમાં વધારો થઇ શકે છે,
- તેની સાથે ધનલાભ પણ થશે.
- વેપારમાં સફળતા પ્રાપ્ત થશે.
મકર રાશિ
- આ લોકો માટે સાતમા ભાવનો સૂર્ય શુભફળ આપવાની સ્થિતિમાં રહેશે.
- મોટી યોજનાઓમાં સફળતા મળી શકે છે.
- કાર્ય વિસ્તાર થશે. અધિકારીઓ પાસેથી મદદ મળશે.
- હાનિના પ્રસંગથી સાવધ રહેવું. કેટલાક અગત્યના કામ થાય.
- તબિયત અંગે સાવધાની રાખવી પડશે. તેમજ આવકની કોઈ દિશા મળે. લાભની તક.
- સફળતાના યોગ થશે.
કુંભ રાશિ
- આ રાશિ માટે સૂર્ય આઠમા ભાવનો રહેવાથી ચિંતા વધારનાર સમય રહેશે.
- પરિવારમાં સમય સુખદ રહેશે. જવાબદારી વધશે.
- નોકરીમાં ધૈર્ય રાખવું. આપની આર્થિક સમસ્યા વધે.
- ખર્ચનો પ્રસંગ. કૌટુંબિક કાર્ય થાય.
- મિલન-મુલાકાતની તકો ઉદ્ભવશે।
મીન રાશિ
- તમારા માટે સૂર્યની પાંચમા ભાવમાં સ્થિતિ શુભ રહેશે.
- કોઇ મોટા કામમાં સફળતા મળી શકે છે.
- મિત્રોના કારણે લાભ થઇ શકે છે.
- પ્રતિકૂળતા-તણાવ અને નાણાકીય વ્યવહારોમાં સાચવવું.
- તબિયત અંગે ચિંતા જણાય.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow