Rajkot fire

Rajkot fire

સુપ્રિમ કોર્ટે રાજકોટની હોસ્પિટલના આગકાંડ (Rajkot fire) ની ઘટનાને આઘાતજનક જણાવી. કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો અને તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી લાપરવાહીને લઈને સુપ્રિમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. તે સાથે જ સુપ્રિમે સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું કે, આગનો અકસ્માત આઘાતજનક છે અને પહેલીવારનો નથી થયો. જે પણ જવાબદારો હોય તેમની સામે પગલાં ભરાવા જોઈએ. 

આ સાથે સુપ્રિમ કોર્ટે માસ્ક મામલે કહ્યું કે, 80 ટકા લોકો માસ્ક પહેરતા નથી. તો અનેક લોકોના જડબા પર માસ્ક લટકતા હોય છે. કાર્યક્રમો અને જલસા થઈ રહ્યાં છે. એસઓપી અને ગાઈડલાઈન બનાવી દેવાઈ છે. પણ ઈચ્છા શક્તિ દેખાઈ નથી રહી. 

આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

રાજ્ય સરકાર તરફથી સુપ્રિમ કોર્ટને ખાતરી અપાઈ છે અને આવતીકાલ સુધીમાં મુખ્ય સચિવ આ મામલે બેઠક કરશે તેવું જણાવાયું છે. સાથે જ મુખ્ય સચિવ સમગ્ર મામલે તપાસનો રિપોર્ટ કોર્ટમાં અપાશે તેવું પણ જણાવાયું છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024