Marriage

  • રાજ્યમાં બાળકોમાં વિદ્યાનું સિંચન કરતાં શિક્ષકો દ્વારા જ છોકરીઓનાં બળાત્કાર કરવામાં આવતાં હોવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
  • અમદાવાદ શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના જુના શિક્ષક સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે.
  • ફરિયાદી યુવતી જ્યારે 17 વર્ષની હતી ત્યારે તેના ઘર પાસે રહેતા શિક્ષકે ઈંગ્લિશ શિખવાડવાના બહાને એક કિશોરીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી.
  • બાદમાં લગ્ન (Marriage) ની લાલચ આપી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.
  • આટલું જ નહીં આ શિક્ષકે એક મિત્રની ઓફિસમાં જઈને લગ્ન (Marriage) નું નાટક રચી ફુલહાર કર્યા હતા
  • તથા હનીમૂન મનાવવાનો હોય એમ અગાઉ અનેક જગ્યાઓ પર ફરવા પણ લઈ ગયો હતો.
  • અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી કિશોરીએ ભાઈનું શાળાનું ફોર્મ ઈંગ્લિશમાં ભરવાનું હોવાથી પાડોશમાં રહેતાં એક યુવક શિક્ષકની મદદ લીધી હતી.
  • જે બાદ શિક્ષકે કિશોરીને ઈંગ્લિશ ટ્યુશનની વાત કરી તેને પોતાની જાળમાં ફસાવી હતી.
  • એકવાર જ્યારે આ કિશોરી ટ્યુશન માટે ગઈ હતી ત્યારે શિક્ષકના ઘરે કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી તેને આ સગીરા સાથે જબરદસ્તી કરી હતી
  • અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પરંતુ આ સગીરાએ તેને શારીરિક સંબંધો બાંધવા દીધા ન હતા.
  • તે સમયે તેના ફોટો પાડી ફોટો વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો.
  • વર્ષો સુધી શિક્ષક કિશોરી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો હતો.
  • શિક્ષકે છોકરીને લગ્ન (Marriage) ની લાલચ પણ આપી હતી.
  • પણ 22 વર્ષની થયેલી યુવતીએ જ્યારે લગ્ન માટે દબાણ કર્યું ત્યારે શિક્ષકે એક મિત્રનાં ત્યાં છોકરી સાથે લગ્નનું નાટક પણ કર્યું હતું.
  • પણ બાદમાં છોકરીને જાણ થઈ કે શિક્ષકનાં લગ્ન (Marriage) અન્ય જગ્યાએ થઈ ગયા છે.
  • જે બાદ તે શિક્ષકનાં ઘરે પહોંચી હતી. પણ આ સમયે શિક્ષકે તેને અપનાવવાનો ઈન્કાર કર્યો હતો.
  • તેથી કરીને યુવતીએ આ મામલે શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024