United States
ગુરુવારે અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે ઇરાન અને વેનેઝુએલા બંને દેશો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે અને તેમના પર દબાવ બનાવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકાએ ચાર ઇરાની ટેન્કરો જે વેનેઝુએલાને તેલ પહોંચાડવાની કોશિશ કરીરહ્યા હતા તેમને જપ્ત કર્યા છે.
વેનેઝુએલામાં રહેલા ઇરાનના રાજદૂત હોજાર સુલ્તાનીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ટેન્કર પણ ઇરાની નથી અને તેની માલિકી પણ ઇરાનની નથી. અમેરિકા દ્વારા વધારે એક જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.
આ પણ જુઓ : independence day : ન્યૂયોર્ક શહેરમાં પહેલીવાર ટાઇમ સ્ક્વેર પર ત્રિરંગો લહેરાશે
અમેરિકા (United States)ના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહીની અંદર સૈન્યનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું કે ટેન્કરને જપ્ત કરવામાં નથી આવ્યા પરંતુ બોટના માલિકો અને કેપ્ટનને પ્રતિબંધની ધમકી આપવામાં આવી, જેના કારણે તેમણે સામેથી ટેન્કરો સોંપી દીધા. હવે તે અમેરિકા (United States)ની સંપતિ છે.
આ પણ જુઓ : Corona Vaccine : ભારતની કોરોના વેક્સિન ને લઇ આવ્યા આ મોટા સમાચાર
જપ્ત કરાયેલ ચાર બોટ લગભગ 11 લાખ બેરલ તેલ વેનેઝુએલા લઇને જતી હતી. બેલા, બરીંગ, પંડી અને લૂના નામની આ બોટ દક્ષિણ અમેરિકા પહોંચે તે પહેલા જ ગાયબ થઇ ગઇ.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.