નાના બાળકો જમવાની બાબતમાં હંમેશા નખરા કરતાં હોય છે. તેમા પણ જો તમે તેમને બહારના ફૂડનો ટેસ્ટ કરાવી દો તો વાત જ ખતમ. બાળકોના નખરા જોઈને મમ્મી પણ ઘણીવાર થાકી જતી હોય છે અને કેટલીકવાર તો ડરાવી-ધમકાવીને જે બનાવ્યું હોય તે જ જમાડી દેતી હોય છે. બાળકો પણ એટલા હોંશિયાર હોય છે કે જો તમે તેમને દાળ-ભાત અને શાક-રોટલી આપો તો ન ખાય પરંતુ ચોકલેટ અને કેક જેવી યમ્મી વસ્તુ આપો તો તરત ખાઈ જાય.
સોશિયલ મીડિયા(Social Media) પર મમ્મી-દીકરાનો એક ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ(Viral) થયો છે. જેમાં મમ્મી તેના બે વર્ષના દીકરાને તેને દાળ-ભાત ખાવા છે કે શાક-રોટલી તેમ પૂછતી જોવા મળી રહી છે. જો કે, દીકરો બંનેમાંથી એકની પણ પસંદગી ન કરતાં ત્રીજો વિકલ્પ મૂકી દે છે.
વીડિયો(Video)માં બે વર્ષનો ક્યૂટ છોકરો દેખાય રહ્યો છે તેનું નામ કબીર છે. તેની મમ્મી સૌથી પહેલા તેને પૂછે છે ‘તારે રોટલી અને શાક ખાવું છે કે દાળ અને ભાત?’. તો છોકરો કહે છે ‘ના ના આભાર, મારે તે નથી ખાવું’. મમ્મી તેને પૂછે છે ‘કેમ તારે તે નથી ખાવું?’ તો બાળક કહે છે ‘મારે કેક ખાવી છે’. મમ્મી તેને પહેલાથી જ બેવાર કેક ખાવા આપી ચૂકી હોવાનું જણાવે છે. પરંતુ નાનકડો છોકરો ભાર આપીને છેલ્લી એકવાર આપવાની વિનંતી કરે છે. દીકરાને આમ આજીજી કરતો જોઈને મમ્મી પણ અંતે તેને કેક આપવા માટે તૈયાર થઈ જાય છે.
કબીર એ જ છોકરો છે જેનો અગાઉ પણ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે એલેક્સાને ‘ડમ ડમ ડિગા ડિગા’ સોન્ગ વગાડવાનું કહેતા જોવા મળ્યો હતો. તે વીડિયો પન યૂઝર્સને ખૂબ પસંદ આવ્યો હતો.
જણાવી દઈએ કે, 2 વર્ષનો કબીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનું અકાઉન્ટ ધરાવે છે. જેનું નામ ટિનટિનકાબચ્ચા (tintinkabacha) છે. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટનું હેડલિંગ કબીરની મમ્મી કરે છે અને તેના ઢગલો ફોલોઅર્સ છે.