Armenia and Azerbaijan
આર્મેનિયા અને અઝરબૈજાન (Armenia and Azerbaijan) વચ્ચે છેલ્લા 29 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. જેનો અંત આવ્યો છે. અમેરિકાની મધ્યસ્થીથી આ યુદ્ધનો અંત આવ્યો હતો. ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કરી હતી. આજે 26મી ઓક્ટોબરની મધરાતથી શસ્ત્રવિરામ કરવાની જાહેરાત બંને પક્ષ તરફથી સહિયારી કરાઇ હતી.
અઝરબૈજાને આર્મેનિયાના નાગોર્નો કારાબાખ વિસ્તાર પર ગેરકાયદે કબજો કર્યો હોવાના મામલે બંને વચ્ચે ખેંચતાણ થઇ હતી જે યુદ્ધમાં પરિણમી હતી. આ યુદ્ધના પગલે છેલ્લા એક માસમાં 5000 લોકોએ જાન ગુમાવ્યા હતા.
આર્મેનિયાએ અઝર લશ્કરે નાગરિકોની વસ્તીવાળા વિસ્તારો પર બોંબમારો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તો અઝરબૈજાને એવો આક્ષેપ કર્યો હતો કે અમારા વિસ્તારોમાં મોર્ટાર, ટેંકો અને હોવાઇત્ઝર્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ જુઓ : 31મીએ PM મોદી અમદાવાદમાં સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યા મૂજબ ‘આર્મેનિયાના વડા પ્રધાન નિકોલસ પશીનાન અને અઝરબૈજાનના પ્રમુખ ઇલબામ અલીયેવ બંનેને મુબારકબાદ. આ યુદ્ધનો અંત આવતાં સેંકડો નિર્દોષ લોકોની જાન બચી જશે.’ આ પહેલાં અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ બંને દેશોના વિદેશ પ્રધાન સાથે વિગતવાર વાત કરી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.