Husband

Extramarital Affair

વડોદરામાં સિનિયર સિટિઝન દંપતીનો પતિ, પત્ની અને વોનો (Extramarital Affair) કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના આઇપીસીએલ રોડ વિસ્તારમાં રહેતા 65 વર્ષની ઉંમરના પુરુષ અને તેમના પત્નીને ત્રણ સંતાનો છે. તથા સંતાનોને ત્યાં પણ બાળકો છે.

આ દંપતી શાંતિથી વિતાવી રહ્યાં હતા. પરંતુ એક દિવસ પત્નીના હાથમાં પતિના જૂના પ્રેમ પત્રો આવતા જીવનમાં ઉથલપાથલ થઇ ગઈ. આ બાદ પત્નીને આપઘાતનાં વિચારો આવતા પરંતુ તેમણે અભયમની મદદ લઇને આખો મામલો સંભાળી લીધો છે.

આ ઘટનાની મળતી માહિતી મુજબ, વૃદ્ધ મહિલાને થોડા દિવસ પહેલા તિજોરીમાં કપડાં નીચે સાચવીને મુકેલું એક બંધ કવર મળ્યું હતું. તેમણે કવર ખોલ્યું તો અંદરથી પતિના પ્રેમપત્રો નીકળ્યા હતા. અને પત્નીને પોતાના પતિના Extramarital Affair ની જાણ થઈ. જે બાદ વૃદ્ધાને કાંઇ સમજાતુ ન હતું કે શું કરવું?

ત્યારબાદ પત્નીએ પોતાના મન પર કાબૂ રાખીને પતિએ સાચવી રાખેલ પ્રેમપત્રો વાંચતા પતિનું 30 વર્ષ જૂનું લફરૃં બહાર આવ્યું હતું. જો કે, વૃદ્ધા પોતાના મનની વાત કોઇને કહી શકે તેવી સ્થિતિમાં નહતા. તથા તેમણે આપઘાતના વિચારો પણ આવી રહ્યા હતા. જેથી તેમણે અભયમને ફોન કરી મદદ માંગી હતી.

અભયમના કાઉન્સેલર અને મહિલા પોલીસે તેમના પતિને સમજાવ્યા. જો કે, દાદાએ અત્યારે પણ પ્રેમ સબંધો ચાલુ હોવાનું સ્વીકાર્યું હતું. તો વૃદ્ધ પુરૂષે જણાવ્યું કે, મે 30 વર્ષથી પ્રેમ સબંધો રાખ્યા છે પરંતુ આજ સુધી મારી પત્ની અને બાળકોને કોઇ તકલીફ પડવા દીધી નથી.

પતિએ પોતાની ભૂલ સ્વીકારીને કહ્યું કે, હવે હું આ સંબંધ નહીં રાખુ. જોકે, આ મામલે તેમના સંતાનોને પણ જાણ થઇ નથી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.