Patan
પાટણ (Patan) માં પરણિતાને પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધની જાણ થતા ફિનાઇલ પી લીધાની ઘટના સામે આવી છે. ત્યારબાદ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાતાં પાટણ બી ડીવીઝન પોલીસે પતિ અને અન્ય મહિલા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પાટણ શહેરના શ્રમજીવી છાપરા રહેતા મીનાબેન નીતુભાઇ ઝાલા તેમના પતિ સાસુ સસરા સાથે રહે છે. તેમના પતિ નીતુભાઇ કનુભાઇ ઝાલાનુ હાંસાપુરની એક મહિલા સાથે આડા સંબંધ હોઈ શનિવારે સાંજે પતિ નીતુભાઈ ઘરે આવીને તેની પત્નીને માર મારવા લાગ્યા હતા.અવાર નવાર માર મારવા તેમજ ઝઘડા કંકાસથી ત્રાસી મીનાબેને બાથરૂમમાં પડેલ ફિનાઇલના બે ત્રણ ઘુંટ પી લેતાં જમીન ઉપર પડી ગયા હતાં.
આ પણ જુઓ : જાપાને વિદેશી નાગરિકોની એન્ટ્રી પર મૂક્યો પ્રતિબંધ
ત્યારબાદ તેમના સાસુ સસરાએ સારવાર અર્થે ખાનગીહોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.મહિલાનો પતિ ફરાર થઈ ગયો હતો. મહિલાએ આ અંગે પાટણ બી ડીવીઝન પોલીસને નિવેદન આપતાં પોલીસે મહિલાના પતિ અને એક મહિલાના નામજોગ ફરિયાદ નોંધી આગળ કાર્યવાહી શરુ કરી છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
