Lord Shiva
- હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે.
- Lord Shiva (મહાદેવ ભોળા ભગવાન) છે તે તમારી તમામ ભૂલચૂક માફ કરે છે પણ શાસ્ત્રો મુજબ ભોલે બાબાની પૂજા અર્ચના કરતી વખતે આ પાંચ વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
- જે એક સારા શિવભક્ત તરીકે તમને ખબર હોવી જ જોઇએ.
- ભગવાન શિવ (Lord Shiva) ની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
- તમને જણાવાનું કે, સૌથી પહેલા તો શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ક્યારેય કાળા કપડાં પહેરવા જોઈએ નહીં. આમ કરવાનું ટાળો.
- તથા ભાગ્યવંત રંગના કપડા જેમ કે લાલ, કેસરી, લીલા રંગના કપડા પહેરો.
- આ સાથે જ શિવલિંગ પર જળ ચઢાવતી વખતે જે જગ્યાએથી ચઢાવેલું પાણી બહાર આવી રહ્યું હોય ત્યારે ક્યારેય તે પાણીને ઓળંગીને જવું નહીં.
- ઉપરાંત શિવલિંગ તથા Lord Shiva (ભગવાન શિવ) પ્રતિમાની પૂજા કરતી વખતે ભૂલથી પણ તેમને સિંદૂર અને હળદર ચઢાવવા નહીં.
- શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તુલસીના પત્તા ન ચઢાવો.
- શાસ્ત્રોમાં શિવલિંગ માટે તુલસીના પત્તાને વર્જિત ગણવામાં આવ્યાં છે.
- તેની સાથે જ જળ ચડાવતી વખતે પહેલા નાગ દેવતાને જળ ચડાવો અને પછી શિવલિંગ પર.
- વધુમાં શિવલિંગ પર સીધી ધાર ન કરો.
- પહેલા તેની પર બિલપત્ર કે ફૂલ મૂકો પછી તે ફૂલ થકી પાણીની ધાર કરો.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow