કેટલાક લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા હૃદય રોગના જોખમને ટાળવા માટે લોહીને પાતળું કરવાની દવાઓ લે છે. આ દવાઓને બ્લડ થિનર્સ (Blood Thinner) કહેવામાં આવે છે. આ દવાઓ લોહીના ગંઠાવાનું એટલે કે બ્લડ ક્લોટિંગ (Blood Clot)રોકવાનું કામ કરે છે. જો તમે આવી દવા લેવા ન માંગતા હોવ તો 5 દેશી વસ્તુઓ ખાવી જરૂરી છે. તેનાથી તમારે લોહી પાતળું કરવાની જરૂર નહીં પડે.
શરીરમાં લોહી જાડું થાય ત્યારે તેના લક્ષણો પણ દેખાવા લાગે છે. લોહી જાડું થવા પર માથાનો દુ:ખાવો, હાઈ બ્લડ પ્રેશર, ખંજવાળ, ઝાંખપ, સંધિવા-આર્થરાઈટ્સ, ચક્કર આવવા અને પીરિયડ્સ દરમિયાન વધુ લોહી આવવાની સમસ્યા થાય છે. તો ચાલો લોહીને પાતળું કરી શકે તેવી પાંચ વસ્તુઓ વિશે જાણીએ.
વિટામિન Eથી ભરપૂર ખોરાક લો
વિટામિન E બ્લડ ક્લોટિંગથી બચાવે છે. લોહી પાતળું કરવાની દવાઓ લેતા લોકોએ વિટામિન ઇ સપ્લીમેન્ટ્સ ટાળવાનું સૂચન કરવામાં આવે છે. વિટામીન E કુદરતી રીતે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. વિટામિન્સ મેળવવા માટે તમે પાલક અને બદામ જેવી વસ્તુઓ ખાઈ શકો છો. તેનાથી લોહી આપોઆપ પાતળું થશે.
હળદર લોહી પાતળું કરે છે
હળદર કુદરતી રીતે લોહીને પાતળું કરી શકે છે. હળદરમાં કર્ક્યુમિન હોય છે, જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવાનું અટકાવે છે. તમે રાંધતી વખતે હળદર ઉમેરીને તેનું સેવન કરી શકો છો.
લસણ ખાવાથી લોહી પાતળું થશે
લોકો ભોજનનો સ્વાદ વધારવા માટે લસણ ખાય છે. અલબત સ્વાદ આપવા સાથે લસણ કુદરતી એન્ટિબાયોટિક પણ છે. લસણમાં એન્ટિથ્રોમ્બોટિક એજન્ટ હોય છે જે લોહીને પાતળું કરે છે અને લોહીના ગંઠાવાનું અટકાવે છે.
લાલ મરચું પણ છે દેશી ઉપચાર
લાલ મરચું ખૂબ જ ફાયદાકારક છે. તે પણ લોહીને પાતળું કરવામાં પણ મદદ કરે છે. લાલ મરચામાં સેલિસીલેટ્સ પણ જોવા મળે છે. લાલ મરચું તમારા બ્લડ પ્રેશરને ઘટાડવામાં પણ મદદ કરે છે.
આદુ છે લાભદાયક
આદુ એ એન્ટિ ઈંફ્લેમેટરી મસાલો છે. આદુમાં એસ્પિરિન સેલિસીલેટના કૃત્રિમ ગુણો બહોળા પ્રમાણમાં હોય છે. જેના કારણે લોહી પાતળું થાય છે. આદુને ચા અને ભોજનમાં ઉમેરીને લઈ શકે છે.