5 things
માણસને ખુબજ પરિશ્રમ કર્યા પછી જ્યારે નિષ્ફળતા આવે ત્યારે નિરાશાઓ ઘેરી લે છે. કેટલીકવાર સખત મહેનત કર્યા પછી પણ તમને ઇચ્છિત પરિણામો મળતા નથી. આવી પરિસ્થિતિમાં જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હકીકતમાં, આપણી આજુબાજુની અમુક વસ્તુઓ (5 things)આપણી ઉપર અસર કરે છે.
ઘરની કેટલીક વસ્તુઓ યોગ્ય સ્થાને ન હોય ત્યારે નકારાત્મક ઉર્જા આવે છે. જેના કારણે નાણાકીય મુશ્કેલીમાં વધારો થવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ 5 વસ્તુઓ (5 things) શક્ય તેટલી વહેલી તકે ઘરની બહાર કાઢવી સારી.
મધપુડો
વાસ્તુ શાસ્ત્ર મુજબ વેપાર ધંધામાં ખોટ અને આર્થિક ફટકો ન આવે માટે મધપુડાને ઘરમાંથી હટાવી દેવા જોઇએ. જે ઘરમાં મધપુડો હોય તે ઘરમાં જ્યારે મધ ઉડી જાય ત્યારે તેની સાથે સાથે ઘરની અંદર રહેલી સમૃદ્ધિ પણ લઇને જાય છે. તેથી ઘરમાં મધપુડાને અશુભ માનવામાં આવે છે.
કરોળિયાના જાળાઓ
વાસ્તુ શાસ્ત્રના જણાવ્યા મુજબ, તે ખરાબ થતી આરોગ્યની સાથે આર્થિક સમસ્યાઓનું કારણ બને છે. ઘરે ગંદકી અને કરોળિયાના જાળાઓને અશુભ માનવામાં આવે છે. ઘરને સાફ કરવા માટે વિશેષ કાળજી લેવી જોઈએ.
કબૂતરનો માળો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરે કબૂતર દ્વારા માળો કરવો અશુભ માનવામાં આવે છે. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી જો ઘરની છત અથવા બાલ્કનીમાં માળો હોય તો પછી તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના સલામત સ્થળે ખસેડી દેવો જોઈએ.
તૂટેલો કાચ
તૂટેલો કાચ તરત જ ઘરની બહાર ફેંકી દેવો જોઈએ. તૂટેલા કાચને ઘરની અંદર રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વાસ્તુ પ્રમાણે કાચ તૂટવો શુભ સંકેત મનાય છે. એવું માનવામાં આવે છે કે ઘરે અને પરિવારમાં આવતી મુશ્કેલી પોતાના પર કાચ લઈને જ તૂટી જાય છે.
છત પર પડેલ ભંગાર
ઘણીવાર લોકો ઘરની છત પર મોટી માત્રામાં ભંગાર અને નકામી ચીજો રાખે છે. પરંતુ વાસ્તુ અનુસાર આમ કરવાથી પ્રગતિના માર્ગમાં અડચણોનો સામનો કરવો પડે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.