કોરોના મહામારીએ મોટાભાગના લોકોનું વજન વધારી દીધું છે. અને જેમ જેમ આપણે આપણી સામાન્ય જીંદગીમાં પાછા ફરી રહ્યા છીએ તેમ, વજન ઘટાડવાનું દરેકના મન થઈ રહ્યું છે. તદુપરાંત તંદુરસ્ત વજન જાળવવું વ્યક્તિના એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્વનું છે. આવા સમયે અસંખ્ય ડાયટ અને ટીપ્સ છે જે તમારું વજન ઘટાડવાની વાતો કરે છે. પરંતુ તેમાંથી અમુક માત્ર મિથ્યા એટલે કે અફવા જ હોય છે. આજે તમને 4 સામાન્ય વજન ઘટાડવાની અફવા વિશે જણાવીશું.
. કાર્બોહાઈડ્રેટ તમારું વજન વધારી શકે છે
શરીરને દરેક નાની કે મોટી પ્રવૃત્તિ માટે કાર્બોહાઈડ્રેટની જરૂર હોય છે. જ્યારે યોગ્ય કાર્બોહાઈડ્રેટ પૂરતી માત્રામાં લેવામાં આવે, ત્યારે તે વજન વધારતું નથી. વજન ઘટાડવાનો પ્રયાસ કરતી વખતે, તમામ ભોજનમાં આખા અનાજ, જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ખાવું જરૂરી છે.
. પેકેજ્ડ ફૂડ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે
તાજા ઘરે બનાવેલા ખોરાક કરતાં પેકેટ ફૂડ ક્યારેય તંદુરસ્ત ન હોઈ શકે. ઘણા પેકેજ્ડ ફૂડ્સ છે જે ઓછી ચરબી, ચરબી રહિત અને ગુલ્ટેન ફ્રી હોવાનો દાવો કરે છે. પરંતુ ઘણા ફૂડમાં ખાંડ વધારે હોય છે અને તેથી તે તમારા વજન ઘટાડવા માટે સારું નથી. આમ પેકેજ્ડ ફૂડને બદલે તાજા રાંધેલા હોમમેઇડ ફૂડ લેવું શ્રેષ્ઠ છે.
. સ્લિમિંગ ટી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે
હર્બલ ટીમાં ફાયટોકેમિકલ્સ અને એન્ટીઓકિસડન્ટોનું પ્રમાણ વધારે હોય છે અને તે તમારા શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે. પરંતુ વજન ઘટાડવામાં ટી તમને સીધી મદદ કરી શકતી નથી. તેઓ મેટાબોલિક એક્ટિવીટીં અને એનર્જી-બર્નિંગમાં સુધારો કરે છે.
. ઓછું ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે
કેલરી ઘટાડવી એ વજન ઘટાડવાની દિશામાં પહેલું પગલું છે. કેલરીની ઉણપનો અર્થ છે કે તમે વપરાશ કરતા વધુ કેલરી બર્ન કરો. આ રીતે, ઓછું ખાવું અને વધુ ચાલવું વધુ વજન ઘટાડવા માટે તાર્કિક લાગે છે.