આજે આપણી આસપાસ પ્લાસ્ટિક(plastic)નો એટલો ઉપયોગ થઈ રહ્યો છે, જે ન માત્ર પર્યાવરણ પણ આપણા સ્વાસ્થ્ય માટે તેટલું જ ખતરનાક છે. આજે ખાવા-પીવાથી લઈને તમામ વસ્તુઓ માટે પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. દિલ્હી(delhi)ની સત્યવાદી રાજા હરીશચંદ્ર ગર્વમેન્ટ હોસ્પિટલના સીનિયર ડોક્ટર પર્વ શર્માએ કહ્યું કે, પ્લાસ્ટિકની જે વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ, તે આપણા આસપાસના વાતાવરણને દુષિત કરે છે, અને તેવામાં આપણે આપણા સ્વાસ્થ્ય સાથે જ સમજૂતી કરી રહ્યા છીએ. સાથે જ તેઓએ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની સલાહ પણ આપી હતી.
બાળકોને જન્મની સાથે થઈ શકે છે આ બીમારી
ડોક્ટર શર્માએ જણાવ્યું કે, પ્લાસ્ટિક લેડ, સીસું, મર્ક્યુરી, કેડવિયમ જેવાં ઝેરી તત્વોથી બને છે, જે માનવ શરીર માટે સારાં નથી, તેમનાં સંપર્કમાં આવવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓનું જોખમ રહેલું છે. એટલું જ નહીં, તેનાં સીધા સંપર્કમાં આવવાથી બર્થ ડિસઓર્ડર જેવી ગંભીર બીમારી થઈ શકે છે. એટલે કે બાળકના જન્મની સાથે જ તે બીમારીનો શિકાર બને છે. એટલું જ નહીં, પ્લાસ્ટિક રોગપ્રતિકારક શક્તિને પણ નબળી બનાવે છે.
પ્લાસ્ટિકમાં હોય છે ઝેરી તત્વો
પ્લાસ્ટિકમાં સૌથી ઘાતક bpa bisphenol a ટોક્સિન મળે છે, જેનો ઉપયોગ બોટલ અને ફૂડ પેકેજિંગ મટિરિયલમાં કરવામાં આવે છે. આ ટોક્સિન પાણી(water)ને પ્રદૂષિત કરે છે. પછી તે તળાવની માછલીઓમાં જાય છે અને બાદમાં લોકોનાં પેટમાં પહોંચે છે. અને તેનાથી આપણું સ્વાસ્થ્ય(health) ખરાબ થવાની શરૂઆત થાય છે.
કેન્સરનો પણ થઈ શકે છે ખતરો
ડો. પર્વે જણાવ્યું કે, પ્લાસ્ટિકમાં રહેલ ટોક્સિનથી વ્યક્તિ સૌ પ્રથમ અસ્થમાની સમસ્યાથી ઝઝૂમે છે, જેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. બાદમાં પલ્મોનરી કેન્સર પણ થઈ શકે છે. જ્યારે પણ પ્લાસ્ટિકની બોટલને સળગાવવામાં આવે છે, તેનાથી જે ઝેરી ગેસ નીકળે છે. જે આપણે શ્વાસમાં લઈએ છીએ અને તેનાથી પલ્મોનરી કેન્સર થવાની સૌથી વધારે સંભાવના છે.
કિડની તેમજ લિવર પણ ડેમેજ કરી શકે છે
પ્લાસ્ટિકના રેપિંગમાં લાંબા સમય સુધી રાખેલ ફૂડનું સેવન કરવાથી લિવર ખરાબ થઈ શકે છે. જો ફૂડ લાંબા સમય સુધી પ્લાસ્ટિક રેપિંગમાં રહે છે તો તેનાથી ટોક્સિન ફૂડમાં જાય છે, અને તેને ખાવાથી તે સીધું લિવરમાં પહોંચે છે. આ દૂષિત ખોરાકને આપણે પચાવી શકતા નથી અને તે લિવર કે કિડનીમાં રહી જાય છે.
બ્રેઈન અને નર્વસ સિસ્ટમ ડેમેજ થઈ શકે છે
આ ઉપરાંત ડોક્ટરે કહ્યું કે, લાંબા સમય સુધી ખાવા-પીવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાથી અને કિડની સુધી પહોંચવાથી બ્રેઈન(brain) અને નર્વસ સિસ્ટમ પણ ડેમેજ થઈ શકે છે. અને આ જ કારણ છે કે, ડોક્ટર પ્લાસ્ટિકવાળી વસ્તુઓનો ઉપયોગ ન કરવા માટે સલાહ આપે છે.
પ્લાસ્ટિકના બદલે કાચ કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરો
પ્લાસ્ટિકમાં ખાવા-પીવાની વસ્તુઓ રાખવાને બદલે સ્ટેનલેસ સ્ટીલ કે કાચના સાધનનો ઉપયોગ કરવો જોઈએ. પ્લાસ્ટિકની બોટલો(plastic bottles)નો બદલે સ્ટીલ કે કાચની બોટલોનો ઉપયોગ કરવો જોઈએ અને લંચને પણ સ્ટીલના બોક્સમાં પેક કરવો જોઈએ. અને રસોઈમાં પ્લાસ્ટિકના કન્ટેનરને કાચ સાથે રિપ્લેસ કરવા જોઈએ.