EPFO

EPFO ની બેઠકમાં નાણાકીય વર્ષ 2019-20ના કર્મચારી ભવિષ્ય નિધિ પર વર્ષ 2019-20 માટે 8.5 ટકાનું વ્યાજ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ અત્યારે EPFO તરફથી માત્ર 8.15 ટકા વ્યાજ આપવામાં આવશે. તેમજ બાકીનું 0.35 ટકા વ્યાજ ડિસેમ્બર મહિનામાં આપવામાં આવશે.

કેન્દ્રીય ન્યાસી બોર્ડના આ નિર્ણયને નાણા મંત્રાલયની સહમતિ માટે મોકલી દેવામાં આવી હતો, પરંતુ નાણા મંત્રાલય તરફથી તેનું એપ્રુવલ પ્રાપ્ત નથી થયું. EPFO ના કેન્દ્રીય ન્યાસી મંડલે પાંચ માર્ચની બેઠકમાં EPFO પર 2019-20 માટે વ્યાજદર 8.50 ટકા રાખવાની ભલામણ કરી હતી, જે પહેલા કરતા 0.15 ટકા ઓછી છે. ઈપીએફઓની આ પ્રસ્તાવિત દર સાત વર્ષની ન્યૂનત્તમ દર હશે.

કર્મચારી ભવિષ્ય નિધિના અંતર્ગત આવતા કર્મચારીઓની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થાનું 12 ટકા પીએફમાં જાય છે. જોકે, કંપનીનો હિસ્સો બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં 8.33 ટકા ઈપીએસમાં જાય છે. અને બાકી હિસ્સો પીએફ ખાતામાં જાય છે.

EPFOએ નાણાકીય વર્ષ 2016-17માં ભવિષ્ય નિધિ પર 8.65 ટકા અને 2017-18માં 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. તો 2015-16માં આ 8.8 ટકા વાર્ષિક હતું. તથા આ પહેલા 2013-14 અને 2014-15માં ભવિષ્ય નિધિ પર 8.75 અને 2012-13માં 8.5 ટકા વ્યાજ આપ્યું હતું.

કર્મચારી હવે પીએફ ખાતામાંથી ત્રણ મહિનાની બેસિક સેલરી અને મોંઘવારી ભથ્થા અથવા પીએફમાં જમા રકમના 75 ટકામાંથી જે ઓછુ હોય, તેટલી રકમ નીકાળી શકે છે. સરકારે માર્ચ બાદ કર્મચારીઓ અને નિયોક્તાઓને કોવિડ-19ના સંકટમાંથી બહાર લાવવા માટે ભવિષ્ય નિધિથી સંબંધિત અનેક રાહત ઉપાયોની જાહેરાત કરી હતી. તો આ રકમ ફરીથી તેમાં જમા કરવાની જરૂરત નથી.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.