આ વાંચ્યા પછી પાટણની જનતા કહેશે કે દર મહિને CM રૂપાણીએ પાટણની મુલાકાત લેવી જોઈએ
પાટણ ખાતે આગામી ૧૬ અને ૧૭ ડીસેમ્બરના રોજ રાણકી વાવ ઉત્સવ ઉજવાશે.
- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં સૂર અને સંગીતના દ્વિદિવસીય મહોત્સવનો થશે પ્રારંભ.
- સુપ્રસિદ્ધ ગાયકશ્રી હરીહરન, શ્રી જીગ્નેશભાઈ કવિરાજ તથા સુશ્રી ગીતાબેન રબારી સહિતના કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.
- શિલ્પકળાના બેનમુન સ્થાપત્ય સમી રાણકી વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે તેના ગૌરવગાન માટે આગામી ડીસેમ્બર મહિનામાં રાણકી વાવ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. પાટણ ખાતે કનસડા દરવાજા નજીક શેઠ એમ.એન.હાઈસ્કુલ ખાતે યોજાનારા બે દિવસીય મહોત્સવમાં સુપ્રસિદ્ધ કલાકારો ઉપસ્થિત રહેશે.
- પાટણની પ્રજા અવારનવાર રોડરસ્તાના ભંગાણ, ઠેર ઠેર ગંદકીના લીધે કંટારી ચુકી છે. પાટણ ની પ્રજા અવાર નવાર પાલિકામાં રજૂઆતો પણ કરતી આવી છે, છતાં ગંદકી અને રોડ રસ્તાના હાલ શહેરમાં એનાએજ જોવા મળી રહ્યા છે.
- PTN ન્યૂઝ દ્વારા પણ સોશ્યિલ મીડિયાના માધ્યમથી ઘણી મુહિમો ચલાવી છતાં નગર પાલિકા દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે. પાટણની પ્રજા હેરાન થાય ઠેર ઠેર ગંદકીના કારણે લોકો બીમાર થવાની શક્યતા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા ઝડપી અને ઉચિત પગલાં લેવામાં આવતા નથી. શહેરમાં રખડતા ઢોરોના લીધે ઘણા નાગરિક ઘાયલ થાય છે અને ઘણા કેશમાં તો લોકોના મોત પણ થયા છે. છતાં પણ પાલિકા તંત્ર જેમનું તેમ દરેક બાબતે જોવા મળ્યુંછે. હવે તો એવું લાગેછે કે પાલિકા તંત્રને પાટણના વિકાષ કે જનતાની પરેશાની દૂર કરવા નહિ પણ પોતાની સત્તા માટેજ ચૂંટણી ટાઈમે વોટ માંગવા આવેછે.
શા માટે દર મહિને CM વિજય રૂપાણીએ પાટણની મુલાકાત લેવી જોઈએ?
- આશરે છેલ્લા 6 મહિનાથી રાણીકી વાવ આગળના રોડમાં ખાડા પડેલા જોવા મળતા હતા. એમ એન સ્કૂલ આગળ રોડમાં ખાડા અને રસ્તો ધોવાઈ ગયેલો હતો છતાં 6 મહિનામાં કોઈજ કાર્ય કરવામાં ન આવ્યું પરંતું જેવો પાટણ રાણીકી વાવ ઉત્સવ આવ્યો અને CM વિજય રૂપાણી આવવાના હોવાથી સમગ્ર વિસ્તારનો રાતો રાત વિકાષ પાલિકા દ્વારા કરી દેવામાં આવ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે. રોડ રસ્તા ના ખાડા રાતો રાત પુરાઈ ગયા રસ્તા માં ક્યાંય કચરો કે રખડતા ઢોર જોવા નથી મળી રહ્યા.
- પાટણની લાખો જનતા પાલિકા જોડે જે વિકાષની આસ અને પડી રહેલી રોડ રસ્તાની તકલીફો, કચરા થી બીમાર પડવાની તકલીફો તથા રખડતા ઢોરોથી પડી રહેલી હાલાકી દૂર થશે એવી માંગ કરી રહી હતી એ લાખો પાટણની જનતા અને અવાર નવાર PTN News ના માધ્યમથી લોકોનો અવાજ સામે લાવવા ન્યૂઝ બતાવ્યા છતાં પાટણ નગર પાલિકાના સત્તા ઘીસો સુધી અવાજ ના પહોંચી શક્યો એ કામ આજે વિજય રૂપાણીએ કરી બતાવ્યું છે
- માટે જ પાટણની જનતાનું માનવું છે કે CM વિજય રૂપાણીએ પાટણ શહેરમાં આવાનો નિર્ણય કરી ખુબજ સરાહનિય કામ કર્યું છે પાટણની પ્રજા તેમનું હાર્દિક સ્વાગત કરે છે અને ભવિષ્યમાં પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં તેવો દરમહિને મુલાકાત લેશે તો પાટણ શહેરની માત્ર એકાદ વર્ષમાંજ કાયા પલટ થઇ જશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.